જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવાનનું રીક્ષામાં અપહરણ કરી ધોકાવ્યો

  • June 12, 2021 12:52 PM 

લાલબંગલા સર્કલ પાસે અરજી ટાઇપ કરાવતાં યુવાનને લઇ ગયા: યુવતિના પરિવાર સામે નોંધાવાતી ફરિયાદ: શહેરમાં ચકચાર

જામનગરના લાલબંગલા સર્કલ પાસે અરજી ટાઇપ કરાવતાં યુવાનનું રીક્ષામાં અપહરણ કરીને વુલનમીલ ઝુપડપટ્ટી વિસ્તારમાં લઇ જઇ ધોકા વડે માર માયર્નિી એક પરિવાર સામે નોંધાવવામાં આવી છે. યુવાને આરોપીની પુત્રી સાથે પ્રેમલગ્ન કયર્િ બાદ યુવતિ તેના માવતર સાથે રહેતી હોય દરમ્યાનમાં યુવક અરજી લખાવવા માટે ગયો હતો જેની જાણ થતાં આરોપીઓ ત્યાં ઘસી ગયા હતાં, ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

જામનગરના વુલનમીલ વામ્બેઆવાસ રોડ ખાતે રહેતા અને ડ્રાઇવીંગ કરતા રવિ કાનાભાઇ બથવાર (ઉ.વ.23) નામના એક યુવાને ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં કારા મકવાણા, દેવીબેન કારા મકવાણા, મયુર કારા મકવાણા, પુજાબેન કારા મકવાણા (રે.બધા વુલનમીલ પાસે જામનગર)ની સામે આઇપીસી કલમ 363, 325, 323, 504, 114, જીપીએકટ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

 

જેની વિગત અનુસાર ફરિયાદીના ભાઇ ચનાભાઇએ આરોપી કારા મકવાણાની પુત્રી સાથે પ્રેમલગ્ન કરેલ હોય અને એ પછી આરોપીઓના ઘરે રહેતી હોય જે બાબતે ફરિયાદીના ભાઇ તથા આરોપી સાથે બોલાચાલી થઇ હતી, જે બાબતે ફરીયાદીના ભાઇ લાલબંગલા સર્કલ ખાતે ટાઇપીસ્ટ ગ્રાઉન્ડમાં ગત તા.8-6-21ના રોજ અરજી લખાવવા માટે ગયા હતાં ત્યારે આરોપીઓએ લાલબંગલા સર્કલ ખાતે ત્યાં ઘસી જઇ ફરિયાદીના ભાઇને બળજબરીથી રીક્ષામાં બેસાડી અપહરણ કરી વુલનમીલ ઝુપડપટ્ટી પાસે લઇ ગયા હતાં.

 

ત્યાં લઇ જઇને આરોપીઓએ યુવાનને ધોકા વડે માર મારી અપશબ્દો બોલી હાથના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી. ઉપરોકત ફરિયાદના આધારે આગળની તપાસ પીએસઆઇ વી.કે.રાતીયા દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS