એસઓજી દ્વારા લાયસન્સ વાળું હથિયાર કબજે કરી લઈ હથીયાર ધારક ના સીન વીંખી નાખ્યા: લાયસન્સ રદ કરવા કાર્યવાહી
જામનગરના એક હથિયારના લાયસન્સ ધારક શખ્સને સોશિયલ મીડિયામાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર દર્શાવી સીન સપાટા કરવા ભારે પડ્યા છે. એસ.ઓ.જી શાખા દ્વારા તેનું હથીયાર કબજે કરી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે, અને લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયાઓ કરી લેવામાં આવી રહી છે.
જામનગરની એસ.ઓ.જી.ની ટીમ દ્વારા શહેર જિલ્લાના સોશિયલ મીડિયાના એકમ પર વોચ ગોઠવીને પોતાના લાયસન્સ વાળા હથીયારના ફોટા તથા વિડીયો બનાવી સોશિયલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમા ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સિનેસપાટા કરતા હોય તેવા ઈસમો ને સોશિયલ મિડીયાના માધ્યમથી શોધી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી. એન. ચૌધરી દ્વારા સૂચના અપાઇ હતી. જે અનુસંધાને સોશ્યલ મિડીયાની સાઈટ ઉપર ઈન્સ્ટાગ્રામ આઈ. ૧૩. નંબર અસરફ ખફી એ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો અપલોડ કરેલ હતો.
જે ફોટોમાં પોતે જાહેરમા પોતાના હાથમા એક બંદુક થઈ ફાયરીંગ કરતાં હોય તેવા પોઝ મા ઉભો હોવાનુ જોવામા આવતાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક અશરફ જુમાભાઈ ખફી ને એસ.ઓ.જી. કચેરીએ બોલાવી એની પૂછપરછ કરી હતી જેમાં પોતે સીન સપાટી કરતો હોવાની કબુલાત આપી દેતાં એસ.ઓ.જી. દ્વારા તેનું રૂપિયા ૧૨,૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરી લેવાયું છે, જયારે તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે, સાથો સાથ તેનું પાક રક્ષણ માટેનું હથીયારે કે જે નો પરવાનો રદ કરાવવા માટેની પણ પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech