મહિલાઓના સન્માન અને સુરક્ષા ક્ષેત્રે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને મહિલાઓ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને વ્યક્તિગત અને સામાજિક રીતે સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે ત્યારે જામનગર માં હાલમાં નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે જામનગર શહેરના આસપાસના ગામડામાં કેટલા યુવા યુવતીઓ ગરબા રમવા માટે જામનગર શહેરમાં આવતા હોય છે.
જામનગર શહેરના એક અંતરિયાળ વિસ્તારથી એક કિશોરી ગરબા રમવા શહેર આવી હતી બાદમાં કિશોરી તેના ગ્રુપમાંથી અલગ પડી જતા પરત જવામાં મુશ્કેલ અનુભવતા મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો હતો જેમાં નાઈટ પેટ્રોલિંગ કરતી અભયમ રેસક્યું વાનના કાઉન્સેલરી રીના દિહોરા કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા કોલ આવતાની સાથે જ તરત જ સ્થળ ઉપર જવા માટે રવાના થયેલ સ્થળ ઉપર પહોંચીને કિશોરી સાથે કાઉન્સિલિંગ કરતા વધુ માહિતી મેળવતા કિશોરી તેના વિસ્તારથી તેમના વિસ્તારની કિશોરીઓ સાથે શહેરમાં ગરબા રમવા આવેલ હોય છે, જેમાં કિશોરી તેના ગ્રુપથી અલગ પડી જતા મોડી રાત્રે ગ્રુપને શોધી રહી હતી.
પરંતુ વધુ લોકોના ભીડના કારણે તેણે તેને ન મળતા આખરે ડરેલ કિશોરીએ અભય મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી અને કિશોરીને મોડી રાત્રે ઘરે પહોંચાડી ઘરે પહોંચતા કિશોરીએ હાશકારો અનુભવ્યો હતો, આમ કિશોરીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડતી જામનગર 181 ટીમનો કિશોરીના માતા-પિતાએ આભાર વ્યક્ત કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech