એનડીપીએસના કેસમાં નામ નહીં ખોલાવવા પૈસા માંગ્યા
જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગરના નવી વાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસ.ઓ.જી.ના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે કટકે એક લાખ સતાવન હજારની રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
કટલેરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે દરબારગઢ પોલીસ ચોકી નો સ્ટાફ વધુ તપાસ ચલાવી રહ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે.કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને કટલેરી નો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના ૧૯ વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસ.ઓ.જી. અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે કટકે ૧,૫૭. લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે મોબાઈલ નંબર ૯૮૭૫૨૧૮૭૮૭ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરી/યાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા ૧૦ માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે, જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમ જ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે, અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી. ફરિયાદી વેપારી યુવાનનું પોતાના મામા સામેના કેસમાં નામ નહીં જોડવા અંગે ગુગલ પે મારફતે કટકે કટકે પૈસા માંગ્યા હતા.
જે રકમ આપી દીધા પછી પણ હજુ પૈસાની માંગણી કરાતા આખરે મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકના સંપર્ક સાદ્યો હતો, અને ઉપરોક્ત મોબાઈલ નંબર ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી,ય જે ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ.ડી.જીમજ રામાનુજ તેમ જ ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, અને આરોપીના મોબાઈલ નંબરના આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ આ ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech