જામનગરમાં મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી 41 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા

  • June 02, 2021 10:16 AM 

શિક્ષણના માધ્યમથી દેશને વિશ્વગુ બનાવવા શિક્ષકોને આહવાન કરતા જિલ્લા કલેક્ટર: મહામારીમાં પણ ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી રોજગારી આપી એનો આનંદ છે: નિમણુંક પામેલ ઉમેદવાર

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 41 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે નિમણૂક પામેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે અને કર્તવ્યનિષ્ઠા આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો તેવી સૌને આશા છે.શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વ ગુરુ સુધી પહોંચાડશો અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિમર્ણિમાં તમારું પાયાનું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરએ આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે લાલપુરની એલ.એલ.મહેતા ક્ધયાશાળા ખાતે નિમણૂક પામેલ ઉમેદવાર વઘાસીયા ક્રિષ્નાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પુરી પાડી એ બદલ મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.તેમજ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલ દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન પાઠવું છું.

આ સમગ્ર કાર્યકમનું સંચાલન ડો. બી.એન.દવે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તથા આભાર વિધિ આચાર્ય મધુબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા,ડી.ઇ.ઓ. કચેરી જામનગર ખાતે જિલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ પ્રમુખીઓ, મંત્રીઓ, હોદ્દેદારો તથા શાળાઓના ટ્રસ્ટીઓ તથા આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS