જામનગરમાં 18 થી 44 વયના 5486 લોકોએ લીધી વેકસીન

  • May 29, 2021 01:02 PM 

45 થી ઉપરની વયના 876 લોકોએ વેકસીન મુકાવી

જામનગર શહેર, જીલ્લામાં વેકસીનેશનની કામગીરી હવે થોડી ઝડપી બની છે, ગઇકાલે 18 થી 44 વયના 5486 લોકોએ વેકસીન લીધી હતી જયારે 45 થી વધુ વયના 876 લોકોએ વેકસીન મુકાવી હતી આમ 39 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવી હતી, આજે પણ વેકસીનની કામગીરી થઇ રહી છે.

સરકારે બે દિવસ પહેલા રાત્રે 11 વાગ્યે રજીસ્ટ્રેશન કરાવવા લોકોને અપીલ કરી હતી અને ત્રણ દિવસ રજીસ્ટ્રેશન થયુ હતું, લગભગ દરરોજ 6 હજાર લોકો જે 18 થી 44 વર્ષની વયના છે તેને વેકસીન અપાઇ રહી છે, 45 વર્ષથી વધુ વયના લોકોને ઓછી વેકસીન આપવામાં આવતી હોવાની પણ ફરીયાદ ઉઠી છે, ડો. ઋતુજા, ડો. ગોરી, ડો. દિલીપ પંચાલ સહિતના ડોકટરો વેકસીનેશનની કામગીરીમાં સતત વોચ રાખી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS