અધિકારી દ્વારા સહાયની ખાત્રી આપ્યા બાદ પણ સહાય ન મળતા માલધારીઓમાં રોષ
તાજેતરમાં વરસાદની ભારે અતિવૃષ્ટીમાં જામજોધપુર પંથકમાં માલધારીઓના ગાય-ભેંસ, ઘેટા-બકરા સહિત અનેક પશુઓના મોત નિપજયા હતા, આ અંગે થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના કોંગ્રસ માલધારી સેલના પ્રમુખ રતાભાઈ ભરવાડની આગેવાની નીચે જામજોધપુર તાલુકાભરના માલધારી અગ્રણીઓ દ્વારા સરકાર દ્વારા અતિવૃષ્ટીમાં પશુઓના થયેલ મોત અંગે સર્વે કરી અને સહાય ચુક્વે તેમની માંગ સાથે વિશાળ સંખ્યામાં માલધારીઓએ મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા ગયેલ જુદા-જુદા વિસ્તારમાંથી આવેલ આવેદનપત્ર દેવા ગયેલ માલધારીઓને પોતાના પ્રશ્નેની રજુઆત માટે આ આવેદનપત્ર દેવા માટે કલાકો સુધી ભુખ્યા-તરસ્યા રાહ જોવી પડી હતી અને કચેરીના મેદાનમાં જ માલધારી દ્વારા રામધુન શરૂ કરાઇ હતી અને વાતાવરણ ઉગ્ર થયું હતું.
અંતે કલેક્ટર પ્રાંત અધિકારીને જાણ કરાતા મામલતદાર કચેરીના અધિકારી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવેલ હતું, આવેદનપત્ર સ્વીકાર્યા બાદ મામલતદાર કચેરીના અધિકારી દ્વારા પશુ-ઢોરના મૃત્યુના સહાય અંગેના ફોર્મ બે-ત્રણ દિવસોમાં આપવામાં આવશે તેવુ જણાવેલ, પણ આ અંગે પંદર-વીસ દિવસ જેટલો સમય થયો હોઈ અધિકારી દ્વારા કોઈ સહાયના ફોર્મ ન આપતા તાલુકાના માલધારી દવારા જો આગામી સમયમાં આ આ અંગે યોગ્ય નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે, જેમની જવાબદારી તંત્રની રહેશે. તેમ જામજોધપુર તાલુકા કોંગસ સેલના પ્રમુખ રતાભાઈ ભરવાડ તેમજ તાલુકા કોંગ્રસ પ્રમુખ ગોવિંદભાઈ દ્વારા જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech