જામજોધપુરમાં મદીરાની મહેફીલના જામેલા રંગમાં પોલીસે પાડ્યો ભંગ

  • May 15, 2021 11:03 AM 

ત્રણ શખસોની અટક: દેશી દારુ અને ત્રણ ગ્લાસ કબ્જે લેવાયા

જામજોધપુરના આઝાદ ચોક પાસે સાંકડી ગલીમાં ખાલી પડેલા એક મકાનમાં કેટલાક શખસો દારુ પી રહ્યા છે એવી બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી ત્રણ શખસોને મદીરાની મહેફીલ માણતા દેશી દારુ અને ખાલી ગ્લાસ સાથે પકડી લીધા હતાં, ત્રણેયની સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જામજોધપુરના આઝાદ ચોક પાસે ગલીમાં નલીનભાઇના એક ખાલી પડેલ મકાનમાં કેટલાક શખસો દારુ પી રહ્યા છે, જે વિગતના આધારે પોલીસે દરોડો પાડી કેફી પ્રવાહી દેશી દારુની મહેફીલ માણતા જામજોધપુરના તીરુપતિ સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનું કામ કરતાં મયુરકુમાર ભરત ચાવડા, પટેલ સમાજની પાસે રહેતા નલીન કેશવલાલ સાગર અને ભાયાવદરની મતવા શેરીમાં રહેતા મનોજ ભીમજી ચૌહાણ ત્રણેયને પકડી લીધા હતાં.

પોલીસે રેઇડ દરમ્યાન અડધો લીટર દેશી દારુ ભરેલી બોટલ અને ત્રણ ખાલી ગ્લાસ કબ્જે કયર્િ હતાં, દરોડાની કાર્યવાહી જામજોધપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી, ત્રણેયની સામે પ્રોહી.એકટ અનુસાર ફરિયાદ નોંધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)