જાંબુડા ગામમાં તીન પત્તીની મોજ માણતા 10 શકુની પકડાયા

  • July 19, 2021 11:00 AM 

ચેકડેમની પાછળ પોલીસનો દરોડો: ૩૪ હજારની મતા કબજે

જામનગર નજીક જાંબુડા ગામના તળાવ ચેકડેમની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા દસ શખ્સોને પોલીસે દરોડા દરમિયાન ૩૪ હજારની મતા સાથે પકડી લીધા હતા.

જામનગરના જાંબુડા તળાવ ચેકડેમ ની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં કેટલાક શખ્સો તીન પત્તીની મોજ માણે છે એવી હકીકતના આધારે પંચકોશી એ દ્વારા દરોડો પાડીને ગંજી પત્તા વડે જુગાર રમતા જાંબુડા ગામના વિપુલ નાનજી ગોહિલ, જાંબુડાના નવાપરા માં રહેતો સુરેસ સવજી ગોહિલ, નિતીન રમેશ નિમાવત, કુમાર સિંહ મનુભા ચૌહાણ, અશ્વિન પ્રવીણ મઢવી, કાનજી બાબા રાતડીયા, જગદીશસિંહ ભરતસિંહ જાડેજા, સામજી ગોવિંદ કારવેસા, યુવરાજસિંહ દેવીસિંહ જાડેજા, ધરમ મધુ સુંદરીયા ને પકડી લીધા હતા.

દરોડા દરમિયાન પોલીસે ગંજી પત્તા અને 34,270 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. દરોડાની કાર્યવાહી પંચ એ પીએસઆઇ સોઢાની સુચના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS