BREAKING NEWS

ગોંડલમાં યુવાને બે લાખના રૂા.૨.૪૦ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ કાર પડાવી લીધી

  • April 20, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલમાં ચા ની કેબીન ધરાવતો યુવાને રાજકોટ–ગોંડલના ચાર શખસોને .૨ લાખ સામે ૨.૪૦ લાખ ચૂકવી દીધા હોવાછતા વ્યાજખોરોએ ક્રેટા કાર પડાવી લીધી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ગોંડલમાં નવા માર્કેટિંગ યાર્ડ પાછળ શિવમ સોસાયટીમાં રહેતાં ધર્મેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.૩૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વસીમ આરબ (રહે. ગોંડલ), અનીલ ધ્રાંગા, બ્રિજરાજસિંહ ઉર્ફે કાના જાડેજા અને અર્જુનસિંહ ભાવસિંહ જેઠવા (રહે.બંને રાજકોટ) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છુટક ડ્રાઇવીંગની સાથે હાલ ગોંડલ કોર્ટ સામે ચાની કેબીન છે ત્યાં બેસી ધંધો કરે છે. તેમની પાસે ક્રેટા ગાડી છે. જે મીત્ર દીવ્યેશભાઈ રૈયાણીના નામની છે પરંતુ આ ગાડીના હા તેઓ ભરે છે.
ચારેક મહીના પહેલા ચાની કેબીન કરવી હોય જેથી ધંધા માટે પૈસાની જર પડતા મીત્ર સુમરા સોસાયટીમા રહેતા વશીમ આરબને વાત કરેલ તો બીજે દીવસે તા.૦૪૧૧૨૦૨૫ ના તેના મીત્ર અનીલભાઇ ધ્રાંગાને બોલાવેલ અને અનીલને વાત કરેલ કે, મારે બે લાખ પીયાની જર છે, તો અનીલે કહેલ કે, ૧૦ % વ્યાજ થશે, જેથી હા પાડેલ હતી. તેમજ કહેલ કે, રાજકોટ કાનભાઈ જાડેજા પાસેથી કરાવી આપીશ અને આપણે તેને લખાણ કરી આપવું પડશે.
બે દીવસ બાદ તા.૦૫૧૧૨૦૨૫ ના તેઓ ક્રેટા ગાડી લઈને રાજકોટ માધાપર ચોકડીએ ગયેલ અને ત્યા કાનભાઈ જાડેજાએ માધાપર ચોકડીએ પાનની દુકાને બોલાવેલ હતો. તેને ક્રેટા ગાડી જોયેલ અને એક લાખ પીયા રોકડા આપેલ અને કહેલ કે કાલે પાછા આવજો અને બાકીના ૮૦ હજાર લઇ જાજો. જેથી પરત ગોંડલ આવતા રહેલ અને બીજે દીવસે રાજકોટ હોસ્પીટલ ચોકમા કોર્ટ પાસે બોલાવેલ જેથી ક્રેટા ગાડી લઈને રાજકોટ હોસ્પીટલ ચોકમા ગયેલ જયાં અર્જુનસિંહ જેઠવા તથા આ કાનભાઈ જાડેજા હાજર હોય તેમણે કહેલ કે, તારે ગાડી પણ અહીં મુકવી પડશે. જેથી તેમને કહેલ કે, આપણે એવી કોઇ વાત થયેલ નથી તો મને ધમકી આપી કહેલ કે, ગાડીતો તારે મુકવી જ પડશે નહીતર અહીંથી જીવતો નહી જા, તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરીયાદી પાસેથી ગાડી પણ લઇ લીધેલ અને આ અર્જુનસિંહ જેઠવાના નામનુ ગાડી વેચવાનુ તા.૦૬૧૧૨૦૨૫ ના રોજ લખાણ પણ કરાવી લીધેલ અને ૧૦ ટકા લેખે . ૨૦ હજાર એડવાન્સ વ્યાજ કાપી મને .૮૦ હજાર આપેલ બાદ યુવાન ગોંડલ આવતો રહેલ હતો. બાદ ડિસેમ્બર ૨૦૨૫ નુ વ્યાજ યુવાન આપી શકેલ નહી જેથી આ વસીમ અને અનીલ ધ્રાંગા કેબિને આવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા અને ધમકીઓ આપતા હતાં.
યુવાને .૨ લાખના બદલામાં .૨.૪૦ લાખ ચૂકવી દીધા છતાં આ ત્રણેયમાથી કોઇ જવાબ આપતા ન હોય અને યુવાનનો ફોન પણ ઉપાડતા ન હોય જેથી ફરીયાદ નોંધાવી હતી ...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News