ગોંડલમાં મહિલાએ જાત જલાવી : પોલીસ સ્ટેશનની બહાર ચિઠ્ઠી આપી કર્યું અગ્નિસ્નાન

  • April 24, 2021 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકા પોલીસ મથકની સામે બંધીયા ગામની મહિલાએ કોઈ કારણોસર જાત જલાવી લેતાં તેને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.

 

 

સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલાને થોડા સમય પહેલા પાડોશી સાથે ઝઘડો થયો હતો અને તે ગુન્હામાં ૩ થી ૪ માં જેલની સજા પણ ભોગવી હતી. આજે સવારે પોલીસ મથક સામે આવીને કોઈ પોલીસ જવાનને ચિઠ્ઠી આપી તુરંત જ આગ જલાવી લીધો હોવાની ચર્ચા થઈ રહી છે.

 

 

સમગ્ર ઘટનાને પગલે ગોંડલ સિટી પોલીસ પી.આઈ એસ.એમ. જાડેજા સહિતનો સ્ટાફ  ગોંડલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS