ઘોઘારોડ વિસ્તારની સોમનાથ રેસીડન્સી નજીક ખુલ્લી જગ્યામાં બત્તીના ઉજાશમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સને ઘોઘા રોડ પોલીસે રોકડા રૂપીયા ૨૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઘોઘારોડ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એ.ડી.ખાંટ ઘોઘારોડ પોલીસ ટીમ સાથે પોલીસ મથક વિસ્તારમાં મીલ્કત સંબંધી તેમજ પ્રોહી. જુગાર અંગે પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસ કોન્સ. નીલેશભાઇ જોષી તથા પોલીસ કોન્સ. અર્જુનસિંહ ગોહિલને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલી બાતમીના આધારે રીંગરોડ બાલયોગીનગર નજીક સોમનાથ રેસીડન્સી ભોળાનાથ મંદિરની સામેની ગલીમાં બત્તીના ઉજાશમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અજય જશુભાઇ ઘટાડ, (ઉ.વ.૨૫, રહે.ધોધારોડ, એકલવ્ય ભીલ સોસાયટી, પ્લોટ નં.૮૫, ભાવનગર), રાજુ નરશીભાઈ મકવાણા, (ઉ.વ.૩૭, રહે.રૂવા, એરપોર્ટરોડ, નેચરલ પાર્કની બાજુમાં, મારૂતી ગલ્લાની બાજુમાં, વાડી વિસ્તાર, ભાવનગર), તુલસી મથુરભાઇ બારૈયા (ઉ.વ.૩૨, રહે.કોળીયાક ગામ, કુંડારોડ, બાપા સીતારામની મઢુલી પાસે, જગદિશભાઇ ગોહિલની વાડીમાં, તા.જી.ભાવનગર), વિશાલ કાનજીભાઈ ધતુરાતર, (ઉ.વ.૩૦, રહે.ઘોઘારોડ, એકલવ્ય ભીલ સોસાયટી, રામાપીરના મંદિરવાળો ખાંચો, ભાવનગર) અને અમીત રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩, રહે,ઘોઘારોડ, એકલવ્ય ભીલ સોસાયટી, પ્લોટ નં.૮૬, ભાવનગર) રોકડા રૂપિયા ૨૧, ૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં ઘોઘારોડ પોલીસ ઇન્સ. એ.ડી.ખાંટ, પોલીસ કોન્સ. જોરસંગભાઇ મકવાણા, પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ રાણા, પોલીસ કોન્સ. નીલેશભાઇ જોષી, પોલીસ કોન્સ. સંજયભાઇ ચૌહાણ, પોલીસ કોન્સ. જયદિપસિંહ ગોહિલ તેમજ પોલીસ કોન્સ. પરીક્ષીતરાજસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech