દ્વારકામાં સાંસદની ઉપસ્થિતિમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ સંપન્ન

  • July 05, 2021 09:54 AM 

દ્વારકા સ્થિત શારદાપીઠ કોલેજ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારત સરકારની એ.ડી.આઈ.પી.યોજના હેઠળ દ્વારકા તાલુકાના જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 912 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 94.85 લાખના વિવિધ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.

જે અંતર્ગત દ્વારકા તાલુકાના 168 જરૂરીયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, સ્માર્ટ મોબાઈલ ફોન અને શ્રવણયંત્ર વોકર સ્ટિક જેવા વિવિધ જરૂરીયાત મુજબના 224 સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે દિવ્યાંગોને એમ ન લાગે કે તેઓને અન્યથી ઓછો લાભ મળે છે અને તમામ દિવ્યાંગોને સાધન સહાય મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યશીલ છે. દિવ્યાંગો સક્ષમ અને આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાનએ દિવ્યાંગ શબ્દ આપ્યો છે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે દિવ્યાંગોમાં દિવ્યતાના દર્શન થાય છે, દિવ્યાંગો માટે કાર્ય કરીએ અને તેમને મદદરૂપ બનીએ તો સંતોષની લાગણી અનુભવાય છે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતીબેન સામાણી, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી તેમજ આગેવાન પ્રતાપભાઈ પીંડારીયા , પરબતભાઈ ભાદરકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પદાધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS