દ્વારકામાં અવિરત વરસતાં વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  • September 04, 2021 11:15 AM 

દ્વારકા શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લીધે શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ઇસ્કોન ગેઇટ, નરસંગ ટેકરી, ભદ્રકાલી ચોક, બીરલા પ્લોટ, ઘનશ્યામ નગર, જલારામ નગર, રેલવે સ્ટેશન રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવાથી જનજીવનને વ્યાપક અસર જોવા મળી હતી. આ સાથે અરબી સમુદ્રમાં પણ કરન્ટ જોવા મળ્યો હતો અને ગોમતી ઘાટ, સમુદ્ર કિનારાવાળા વિસ્તારોમાં દરીયાના પાણીમા વિશાળકાય મોજાઓ ઉછળ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS