દ્વારકા જિલ્લામાં માસ્ક ન પહેરનારા બેજવાબદાર લોકો પાસેથી રૂ. 1.82 કરોડનો દંડ વસૂલાયો

  • June 03, 2021 10:01 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર જિલ્લામાં લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહન મુસાફરી સમયે તથા આવશ્યક પુછપરછના સમયે અને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા સમયે ચહેરા પર માસ્ક કે કપડું પહેરવાના નિયમનું ચૂસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા માટેની સૂચનાઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ સંદર્ભે મુખ્ય જિલ્લા પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયા મુજબ જિલ્લામાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને દરેક ગ્રામ્ય વિસ્તારમાં સરકારની સુચના અન્વયે વિવિધ નિયમોનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે પણ જણાવાયું હતુ. જે અંતર્ગત જિલ્લામાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંઘન બદલ અત્યાર સુધીમાં કુલ 24,372 લોકો પાસેથી રૂપિયા 1,82,37,800 જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS