દ્વારકામાં સિધ્ધનાથ ગૌવસેવા ગૂપ દ્વારા પંદર વર્ષથી સતત રાત્રીના સમયે ૧૫૦૦ જેટલી ગાય તેમજ નંદિને ચારો ખવડાવી સેવા કરવામાં આવે છે

  • May 01, 2021 11:09 PM 

શિયાળો, ઉનાળો, કે ચોમાસું હોય સતત દરરોજ રાત્રીના સમયે બબ્બે જાણાનું ગ્રૂપ બનાવી બાઇક પર વિવિધ એરીયામાં નધાણી ગાયોને ચરો ખવડાવામાં આવે છે

કહેવાય છેકે કુષ્ણની કર્મભુંમી દ્વારકા અને કૂષ્ણની પ્રિય ગાય (ગૌવમાતા) ને કુષ્ણ નગરી દ્વારકામાં અંદાજીત છેલ્લા પંદર વર્ષથી સતત રાત્રીના સમયે શિયાળો, ઉનાળો, કે ચોમાસું હોય નિ: સ્વાર્થ સેવાના હેતું દ્વારકાનું સિધ્ધનાથ ગૌવ સેવા ગ્રૂપ દ્રારા રાત્રીના સમયે નધાણી ગાયો તેમજ નંદીઓ વિવિધ એરીયાઓમાં ભુખ્યા પેટે રાત્રી વાસો વિતાવતી હોય તેવી ગાયો તેમજ નંદિઓ અંદાજીત પંદરસો જેટલી હોય છે તેને સિધ્ધનાથ ગૌવ સેવા ગ્રૂપના મેમ્બરો દ્વારા રાત્રીના સમયે બાઇક પર બબ્બે જાણાની ટીમ બનાવી વિવિધ એરીયિઓમાં (ધાસ) ચરો નાખવામાં આવે છે. સિધ્ધનાથ ગૌવ સેવા ગ્રૂપના શ્રીકાન્ત ઉપાધ્યાય તેમજ મિતેશ બુજડે જણાવ્યું કે આપણે ભગવાન શ્રીકૂષ્ણની ધરતી પર જન્મ મલ્યો છે એટલા માટે અમો શ્રીકુષ્ણની પ્રિય ગૌવ માતાને કેમ ભુંલી શકીએ ? એટલા માટે કુષ્ણની પ્રિય ગૌવ માતા અને નંદિઓને કુષ્ણની કર્મ ભુંમીમાં રાત્રીના સમયે ભુયખી ના સુવે તે માટે અમારા સિધ્ધનાથ ગૌવ સેવા ગ્રૂપના મેમ્બરો દ્વારા સ્વભંડોળ ઉભુ કરી રાત્રીના સમયે ૩૦ થી ૩૫ મણ જેટલો ચરો દરરોજ નાખીયે છીએ માતાને ફુલ નહી તો ફુલની પાખડી જેમ ચરો ખવડાવાની સેવા સતત પંદર વર્ષથી નિ:સ્વાથે કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS