દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નેગેટીવ રિપોર્ટ સાથે રાખવો ફરજીયાત, ક્લિક કરીને વાંચો વિગતો

  • June 17, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાની અસરોને ધ્યાને લેતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શક સૂચનાઓને સાથે કોરોનાનું સંક્રમણ અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ કોરોનાનું સંક્રમણ અટકાવવા તકેદારીના ભાગરૂપે સુપર સ્પ્રેડર્સને કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ ફરજીયાત સાથે રાખે તે મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

 

આ જાહેરનામા અન્વયે સમગ્ર જિલ્લાના વિસ્તારોમાં શાકભાજીના છુટક કે જથ્થાબંધ વિક્રેતા, હોટલ કે રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ વ્યક્તિઓ, ખાણીપીણીની લારી-ગલ્લાવાળા, રીક્ષા-ટેક્ષી - કેબના ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર અને ક્લીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલી તથા દુકાન, હેર સલૂન, બ્યૂટી પાર્લરમાં કામ કરતા લોકો, ખાનગી સિક્યુરીટી એજન્સીના ગાર્ડસ અને સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેક્ટ્રીશીયન, પ્લમ્બર, ટેકનિશિયનો વગેરે, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા લોકોએ તેમને કોવિડ નેગેટીવ હોવા બાબતનો દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રીપોર્ટ તારીખ 30 જૂન સુધી ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે.

 

આ જાહેરનામાં અંતર્ગત કોવિડ-19 અંતર્ગત રસીનો ડોઝ લીધેલો હશે તે ઈસમો, સગર્ભા માતા, છેલ્લા ત્રણ માસમાં કોવિડ પોઝીટીવ આવ્યા હોય તેવા ઈસમો, છેલ્લા એક માસથી ગંભીર બિમારથી હોસ્પિટલાઈઝ હોય તેવા લોકો તથા ભૂતકાળમાં રસી તથા ઈન્જેક્શનથી ગંભીર એનાફાઈલેક્ટીક રીએક્શન આવેલ હોય તેવા લોકોને લાગુ પડશે નહીં.

 

રસીકરણ બદલનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગ્યેથી રજૂ કરવાનું રહેશે. આ જાહેરનામાંનું ઉલ્લંઘન કરનાર કાયદાની જોગવાઈઓ અન્વયે શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS