ચોટીલામાં પ્રેમાંધ દિયરે સગ્ગા ભાઈ-ભાભી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતા દંપતિને છરીના ઘા પેટના ભાગે લાગી જતા ગંભીર ઇજા થવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ભાભીએ દિયર સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખસ સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના મફતિયાપરામાં રહેતા કિરીટભાઈ ભીમજીભાઈ મારૂ (ઉ.વ.40) અને પત્ની કંચનબેન (ઉ.વ.38) બંને ગત સાંજે છએક વાગ્યે ઘર પાસે હતા ત્યારે કિરીટભાઈના નાનાભાઈ ધર્મેશ ઉર્ફે ધમાએ પાછળથી આવી ઝગડો કરીને છરીના ઘા દંપતીને ઝીકી દેતા બંને લોહી લુહાણ હાલતમાં ઢળી પડતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા બંનેને લોહી લુહાણ હાલતમાં ચોટીલા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી કંચનબેનનું નિવેદન નોંધી તેના આધારે દિયર ધર્મેશ ઉર્ફે ધમા સામે ફરિયાદ નોંધી હતી.
કંચનબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન થયાને આશરે 15 વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં દીકરો દીકરી છે. અગાઉ અમે અમદાવાદના અમરાઈવાડીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. બાદમાં અમે જુદા રહેવા આવી ગયા હતા ત્યારે બંને દિયર ધર્મેશભાઈ અને મયુરભાઈ અમારી સાથે રહેતા હતા. દરમિયાન ત્રણેક વર્ષ પહેલા દિયર ધર્મેશ સાથે પ્રેમસબંધ બંધાયો હતો. દિયર ભાગીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો અને આમ નહીં કરે તો અમે સાથે પડાવેલા ફોટા સગા સબંધીઓને બતાવી દેવાની ધમકી આપતો હતો. હું પતિ સાથે વાતચીત કરું કે બેસું તો પણ તેને ગમતું ન હોય, એકાદ વર્ષ પહેલા હું ને મારા પતિ ખાટલે બેસીને વાતો કરતા હતાત્યારે એ પણ ધર્મેશને ના ગમતા પતિને મારમાર્યો હતો અને પરિવારમાં અમારા પ્રેમ સબંધની જાણ કરી દીધી હતી. ત્યારે મેં પતિ પાસે માફી માંગી લીધી હતી અને આવું બીજી વાર નહિ થાય તેમ વાત કરી હતી. બાદમાં અમે અમદાવાદ મૂકી કામની શોધમાં ચોટીલા રહેવા આવી ગયા હતા. ગઈકાલે હું અને મારા પતિ ચોટીલા ટેકરીએ દર્શન કરી ઘરે પરત આવતા હતા ત્યારે ધર્મેશને આ ના ગમતા ઉશ્કેરાઈ પાછળથી આવી પતિ સાથે ઝગડો કરી છરીના ઘા ઝીક્યાં હતા. હું છોડાવવા વચ્ચે પડતા મને પણ છરીના ઘા મારી દીધા હતા.દેકારો થતા ધર્મેશ ભાગી ગયો હતો અને અમને હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે શખ્સ સામે ગુનો નોંધી સંકજામાં લેવા શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech