ઇન્સ્ટિટ્યૂટ ફોર ચાઇના રૂરલ સ્ટડીઝના અહેવાલમાં થયા ખુલાસા: દેશમાં વૃદ્ધોની વસ્તી વધુ: સ્થાનિક યુવાનો પર દુલ્હન માટે ઘર, કાર, ૫ થી ૬ લાખ યુઆન આપવાનું દબાણ: યુવાનોને રશિયા, કંબોડિયા, વિયેતનામ, પાકિસ્તાનમાંથી દુલ્હન લાવવા સૂચન
આ દિવસોમાં ચીન વસ્તીને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. દેશમાં વૃદ્ધોની વધતી વસ્તી વચ્ચે લ માટે છોકરીઓની અછત છે. ચીનના ૩.૫ કરોડ પુષો કુંવારા છે જેમની પાસે હવે વિદેશી દુલ્હન પસદં કરવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
આ દિવસોમાં ચીન વસ્તીને લઈને અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. દેશમાં વૃધ્ધોની વસ્તીમાં વધારો અને ઘટી રહેલા જન્મ દર સાથે કામ કરવા પ્રયાસ કરી રહેલા ચીનને બીજી સમસ્યાનો સામનો કરવો પડો છે. દેશમાં અંદાજે ૩૫ મિલિયન એટલે કે ૩.૫ કરોડ પુષો કુંવારા છે અથવા જેમના માટે દુલ્હનની અછત છે. આ અંગેના એક રિપોર્ટમાં રસપ્રદ દાવા કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં ઝિયામેન યુનિવર્સિટીના પ્રોફેસર ડિંગ ચાંગફાએ એક રિપોર્ટમાં આ મુશ્કેલીનો સામનો આંતરરાષ્ટ્ર્રીય લોને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ મુકયો છે.
ઇન્સ્િટટૂટ ફોર ચાઇના રલ સ્ટડીઝના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનો જીવન સાથી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કન્યાની વધતી કિંમતો અને પરંપરાગત લની ઘટતી માન્યતા આ સંકટના મુખ્ય કારણો પૈકી એક છે.
ડીંગ ચાંગફા નામના પ્રોફેસરે યુવાનોને રશિયા, કંબોડિયા, વિયેતનામ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી દુલ્હન લાવવા સૂચન કયુ છે. ગ્રામીણ ક્ષેત્રના યુવાનો પર દુલ્હન માટે ઘર, કાર અને ૫ થી ૬ લાખ યુઆન આપવાનું દબાણ કરવામાં આવે છે, જે તેમના માટે મુશ્કેલી બને છે. તેને ધ્યાનમાં રાખીને પ્રોફેસરે વિદેશોમાંથી યોગ્ય જીવનસાથીની પસંદગી કરવાનો પ્રસ્તાવ મુકયો છે.
જેમ જેમ લિંગ અસમાનતા વધતી જાય છે તેમ કેટલાક વ્યાવસાયિક મેચમેકર્સે ખાસ કરીને ચાઇનીઝ પુષોને રશિયન મહિલાઓ સાથે જોડવાના હેતુથી મેચમેકિંગ સેવાઓ પ્રદાન કરવાનું શ કયુ છે. તે ઝડપથી પ્રચલિત થઇ રહ્યો છે. આ વધુને વધુ લોકપ્રિય અભિગમ બે દેશો વચ્ચેના લિંગ અસમાનતાના અંતરને ઘટાડવાનો પ્રયાસ કરે છે.
નોંધનીય છે કે રશિયામાં મહિલાઓની વસ્તી પુષો કરતા
વધુ છે.
જયારે વસ્તીમાં વધારો થતો હતો ત્યારે ૧૯૭૯માં ચીનમાં 'વન ચાઈલ્ડ પોલિસી' લાગુ કરવામાં આવી હતી, જેને ૨૦૧૬માં હટાવી લેવાઈ. જો કે મોંઘવારી, નાના આવાસ અને માતાઓ સાથે નોકરીમાં થતા ભેદભાવને કરને દંપતિ બાળકોને ઉછેરવા માટે અચકાઈ છે. ઉપરાંત છોકરાની ચાહનાથી દેશનો સેકસ રેશિયો બગડો. ૨૦૨૦ માં હાથ ધરાયેલી રાષ્ટ્ર્રીય વસ્તી ગણતરી મુજબ, ૧૧૩.૩ છોકરાની સરખામણીએ ૧૦૦ છોકરીઓ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ આવતા અઠવાડિયે રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે
February 24, 2025 11:11 AMસૌથી મોટી ક્રિપ્ટો ચોરી, બાયબિટમાંથી હેકર્સે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ચોરી લીધા
February 24, 2025 11:10 AMચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech