બજેટ 2021-22માં સરકારે જાહેર કરી 'સ્ક્રેપ નીતિ', ક્લિક કરીને વાંચો કેટલા વર્ષ જુના વાહનો થશે સ્કેપ

  • February 01, 2021 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટ 2021-22માં રસ્તાઓ પરથી જુના વાહનોને દૂર કરવા માટે 'સ્ક્રેપ નીતિ' જાહેર કરી હતી. આ 'શુધ્ધ હવા' ને ધ્યાનમાં રાખીને, આ નીતિ હેઠળ, 20 વર્ષ જુના ખાનગી વાહનો અને 15 વર્ષ જુના વ્યાપારી વાહનોને તપાસ માટે ઓટોમેટિક ફીટનેસ સેન્ટર પર જવું પડશે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સરકારી વાહનોને સ્ક્રેપ કરવા માટે 15 વર્ષ જુનાં વાહનો મોકલવાની નીતિને મંજૂરી આપી હતી. મંત્રાલયના આ નિર્ણયથી..કેન્દ્ર, રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ઉપયોગમાં લેવામાં આવતા 15 વર્ષ જુના વાહનોને દૂર કરવા પડશે. જો કે આ નીતિનું એપ્રિલ 2022થી પાલન થવાનું છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બજેટનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે હું માનનીય નાણાંમંત્રીનો આભાર માનું છું, જેમણે આ વર્ષે 11,000 કિ.મી.ના માર્ગ નિર્માણ અને 8,500 કિ.મી.ના નવા માર્ગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મંજૂરી આપી છે.  આ સાથે સરકારે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામમાં નવા રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. દેશમાં નવા આર્થિક કોરિડોર માર્ગ પ્રોજેક્ટ્સને મજબૂત બનાવશે અને નવી તકો ઉભી કરશે. 

સ્ક્રેપિંગ નીતિને આવકારીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતની તમામ ઓટો બ્રાન્ડ્સ ભારતમાં હાજર છે. તેમણે કહ્યું હતું કે સ્ક્રેપિંગ નીતિને કારણે ઓટો ક્ષેત્રના અર્થતંત્રનું કદ 4.50૦ લાખ કરોડથી વધીને 6 લાખ કરોડ થશે.  

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સ્ક્રેપિંગ નીતિને કારણે, 20 વર્ષ કરતા વધારે જૂના 51 લાખ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. જે ગાડી સ્ક્રેપ કરશે તે નવી ખરીદશે. આનાથી ઓટો ઉદ્યોગને વેગ મળશે. તેમજ તેમણે કહ્યું કે 1 કરોડથી વધુ વાહનો એવા છે જે પ્રદુષણ કરી રહ્યા છે. આ વાહનો 10 થી 12 ગણા વધુ પ્રદૂષણનું કારણ છે. તેનાથી દેશને રાહત મળશે. આ પછી વાહનોના કારણે થતાં પ્રદૂષણમાં 25 થી 30 ટકા ઘટાડો થશે. સ્ક્રેપિંગ નીતિના ફાયદા વર્ણવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેના કારણે અમને સ્ટીલ, રબર, એલ્યુમિનિયમ મળશે. હવે, વિશ્વના અન્ય દેશોની તુલનામાં, અમે  આ ચીજો ઓછા ખર્ચે મેળવીશું. નવા વાહનો આવશે અને નવા વાહનો વધુ માઇલેજ આપશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્ક્રેપિંગ નીતિને કારણે 10 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે અને 50 હજાર નવી નોકરીઓ પૂરી પાડવામાં આવશે.

 કેન્દ્ર સરકારે મે, 2016માં રસ્તા પરથી જૂના વાહનોને દૂર કરવા માટે Voluntary Vehicle Fleet Modernisation Programme (સ્વૈચ્છિક વાહન ફ્લીટ આધુનિકીકરણ) કાર્યક્રમનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સરકારનો અંદાજ છે કે આ નીતિ બધા માટે આવતાની સાથે તે આશરે 28 કરોડ જુના વાહનોને 15 વર્ષ જુના રસ્તાઓથી દૂર કરવામાં મદદ કરશે.

પ્રદૂષણથી મળશે રાહત
 એક અભ્યાસ મુજબ, કુલ હવા પ્રદૂષણથી આશરે 70 ટકા હિસ્સો વાહનથી પ્રદૂષણથી થાય છે. આવી સ્થિતિમાં, જૂના વાહનોને ભંગાર પર મોકલવાથી હવાનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળશે.

ગાડીઓ સસ્તી થશે
માર્ગ પરિવહન મંત્રાલયનો અંદાજ છે કે રિસાયકલ કાચો માલ સ્ક્રેપ નીતિમાંથી મળશે. વાહનોની કિંમતમાં 30 ટકાનો ઘટાડો થવાની પણ અપેક્ષા છે આ સિવાય બજેટમાં સ્ટીલ પર એક્સાઈઝ ડ્યૂટી (કસ્ટમ ડ્યુટી) પણ ઘટાડી દેવામાં આવી છે. વાહનોના ભાવમાં વધુ ઘટાડો થવાની પણ સંભાવના છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application