બિહારમાં લઠ્ઠો પીવાથી 4 દિવસમાં 32ના મોત થયા છે. એક ડઝનથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. મૃત્યુની સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના છે, કારણ કે તમામ લોકો હજુ પણ ખતરાની બહાર નથી. સિવાન અને સારણમાં 44ની હાલત ગંભીર છે જયારે 7 લોકોએ આંખોની રોશની ગુમાવી છે.
સારણમાં લઠ્ઠો પીવાના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. મશરકના મૃતકોમાં બ્રાહીમપુરના ઇસ્લામુદ્દીન અને શમસાદ, ગંડામાનના કમલેશ રાય, સુંદરગાંવના ગુલ મોહમ્મદ, મધૌરાના ચકદરાના મોહમ્મદનો સમાવેશ થાય છે.
છાપરામાં લઠ્ઠા કૌભાંડમાં એક ચોકીદાર અને એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસપીએ મશરક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને એએલટીએફ ઈન્ચાર્જને નોટિસ ફટકારી છે. ઝેરી દારૂની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. સમગ્ર જિલ્લામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત બાનિયાપુર પોલીસે 100 લીટર લઠ્ઠોજપ્ત કર્યો હતો. ડોરીગંજ પોલીસે 300 લીટર લઠ્ઠો જપ્ત કર્યો છે.
ઘટના બાદ પત્રકારો સાથે વાત કરતા સિવાન જિલ્લા મેજિસ્ટ્રેટ મુકુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે, માહિતી મળી હતી કે મગહર અને ઓરિયા પંચાયતોમાં ત્રણ લોકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે.
અધિકારીઓની એક ટીમ તરત જ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને 12 વધુ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એકનું રસ્તામાં જ મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech