ભુતાનમાં સંસદીય ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનો વિજય થયો છે. આથી ભારત તરફી વલણ ધરાવતા શેરિંગ તોબગે બીજી વખત પીએમ બનશે. પીડીપીને સૌથી વધુ સીટો જીત્યા બાદ તેની માટે નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ ચૂંટણી એવા સમયે થઈ છે યારે ભૂટાનની આર્થિક સ્થિતિ સારી નથી. દેશમાં મોંઘવારી અને આર્થિક સંકટને પહોંચી વળવા માટે પીડીપીએ પોતાના મેનિફેસ્ટોમાં ઘણા વચનો આપ્યા હતા. ઘોષણાપત્રમાં, પીડીપીએ સરકારી આંકડાઓ ટાંકયા હતા જે દર્શાવે છે કે દેશમાં આઠમાંથી એક વ્યકિત ખોરાક અને અન્ય મૂળભૂત જરિયાતોને પહોંચી વળવા માટે કેવી રીતે સંઘર્ષ કરી રહી છે. જેનો તેમને ચૂંટણીમાં ફાયદો થતો જોવા મળ્યો છે. પીડીપીએ ભૂતપૂર્વ વડા પ્રધાન શેરિંગ તોબગેની પાર્ટી છે, જેઓ તેમના ભારત તરફી વલણ માટે જાણીતા છે. ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે પીડીપીએ ૪૭ નેશનલ એસેમ્બલી સીટોમાંથી ૩૦ સીટો જીતી છે અને ભુતાન ટેન્ડરલ પાર્ટીએ ૧૭ સીટો જીતી છે.ભૂટાનની ચૂંટણીમાં, લગભગ અડધા મિલિયન મતદારોએ ભૂટાન ટેન્ડ્રેલ પાર્ટી અને પીડીપીના ૯૪ ઉમેદવારોમાંથી તેમના સંસદસભ્યોને પસદં કર્યા. પીડીપી અને બીટીપી સિવાય, સત્તાધારી ડાબેરી દ્રત્પક ન્યામપ ત્શોગ્પા પાર્ટી સહિત ત્રણ અન્ય પક્ષોનો ચૂંટણીમાં સફાયો થયો હતો. ૨૦૦૮ માં પરંપરાગત રાજાશાહીના અતં અને સંસદીય પ્રણાલીની રજૂઆત પછી ભૂટાનમાં આ ચોથી સામાન્ય ચૂંટણી છે.શેરિંગ ૨૦૧૩માં પ્રથમ વખત પીએમ બન્યા હતા.
૫૮ વર્ષીય ટોબગે બીજી વખત વડાપ્રધાન બને તેવી શકયતા છે. ૨૦૦૮માં યારે સંસદીય પ્રણાલીની સ્થાપના થઈ ત્યારે તેઓ ભૂટાનની પ્રથમ સંસદમાં વિરોધ પક્ષના નેતા હતા. આ પછી તેઓ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી ભૂટાનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૮માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. ટોબગેએ પિટસબર્ગ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી અને હાર્વર્ડમાંથી જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ સિવિલ સર્વન્ટ પણ હતા.સામાન્ય ચૂંટણીમાં બે તૃતિયાંશ બેઠકો સાથે જીતેલા શેરિંગ તોબગેનો ઝુકાવ ભારત તરફ રહ્યો છે. તેમને ભારત તરફી નેતા માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech