ભાણવડ પંથકમાં ભેળસેળયુક્ત ઇંધણ સાથે એક શખ્સ ઝબ્બે

  • June 05, 2021 01:41 PM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાંથી ગઈકાલે એસ.ઓ.જી. પોલીસે બાયોડીઝલ જેવા ભેળસેળયુક્ત મનાતા કેમિકલ સાથે એક શખસને દબોચી લીધો હતો.

    આ પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાયદાને અનુલક્ષીને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શુક્રવારે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં ચાલી રહેલી કામગીરી અંતર્ગત સ્ટાફના હેડ કોસ્ટેબલ ઇરફાનભાઈ ખીરા અને નિલેશભાઈ કારેણાને મળેલી બાતમીના મુજબ તાલુકાના ભેનકવડ વિસ્તારમાં એક શખ્સના કબજામાં ભેળસેળયુક્ત ઈંધણ જેવું પ્રવાહી હોવાથી આ અંગે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઢેબર ગામના રહીશ યુસુફ હુશેનભાઈ હિંગોરા નામના 32 વર્ષિય મુસ્લિમ શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે ઉપરોક્ત શખ્સ દ્વારા રાખવામાં આવેલા પ્લાસ્ટિકના ચાર બેરલમાં કથિત રીતે બાયોડીઝલ જેવું કેમિકલ પ્રવાહી (ઈંધણ) પોલીસને સાંપડ્યું હતું. આથી પોલીસે રૂ. 45,600/- ની કિંમતનું 760 લીટર આ કેમિકલ સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઇ, ઉપરોક્ત શખ્સની અટકાયત કરી હતી.

    આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, ઇરફાનભાઈ ખીરા, કિશોરભાઈ ડાંગર, નિલેશભાઈ કારેણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS