બગસરામાં પાલિકાએ ગટર સફાઇનો સમય નકકી કરતા લોકોમાં કચવાટ

  • January 13, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરા પાલિકા દ્રારા નવી નીતિ બહાર પાડવામાં આવી છે જો કોઈપણ વિસ્તારમાં ગટર ઉભરાતી હોય તો સફાઈ કરવાનો સમય ફકત સવારના સાતથી બેનો નકકી કરવામાં આવ્યો છે. નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા બે દિવસ થયા ગટર ઉભરાઈને અતિ દુગધ મારતા પાણી રોડ ઉપર ફરી વળતા લોકો પસાર થવું તેમજ વેપારીઓને પોતાની દુકાનોમાં બેસવું પણ માથાના દુખાવા સમાન બની ગયું છે. ત્યારે લોકો દ્રારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો દ્રારા આ ભૂગર્ભ ગટરની સફાઈ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હમણાં થોડા સમય પહેલા જ સમગ્ર વેપારીઓએ પોતાનો ધંધા રોજગાર બધં કરી સુવિધા પુરી ન મળવાને કારણે વેરો વધારો નહીં તે બાબતે વિરોધ દર્શાવ્યો હતો. યારે આ બાબતે એક જાગૃત નાગરિક દ્રારા પાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાત લઇ ભૂગર્ભ ગટર વિભાગને જાણ કરી તો ત્યાં બોર્ડ મારેલું જોવા મળ્યું કે ભૂગર્ભ ગટરની  સફાઈનો સમય સવારે સાતથી બે દરમિયાન જ છે. તો કાલે સફાઈ થશે તેવા બહાના કરીને બે દિવસ વીતી ગયા છતાં સફાઈ કર્મીઓ દ્રારા ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવેલ ન હોવાથી વેપારીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. યારે પાલિકાના સત્તાધિશો દ્રારા હાલમાં જ ભૂગર ગટર વેરો ૨૫૦ કરવામાં આવેલો છે. ત્યારે વેપારીઓ દ્રારા કહેવામાં આવેલ છે કે વેરો તો વધારી દીધો પણ સફાઈ તેમજ સુવિધાના નામે મીંડું વાળી રહેલા સત્તાધિશો ઉપર અમરેલી કલેકટર તેમજ ભાવનગર આરસીએમ દ્રારા ઓચિંતી મુલાકાત લઇ શહેરની સુવિધા વિશે જાણે અને વેરા વધારાના નિર્ણયને ત્યારબાદ આગળ વધારે તેવી લોકોમાં માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application