આટકોટમાં ભાદર કાંઠે ગંદા પાણીમાં માટી નખાતા લોકોની મુશ્કેલી વધી

  • September 23, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આટકોટ ભાદર નદી કાંઠે કોઝવે પાસે ખોદેલા ખાડામાં ઈકો ફસાયા બાદ કોન્ટ્રાકટર દ્રારા આખા ડાંઓમાં માટી નાખવામાં આવે મુશ્કેલીનો વધારો થયો છે.
આટકોટ ગામે આવેલ ભાદર નદી કોઝવે પાસે નર્મદાની લાઇન નાખવામાં આવી હતી જેમાં કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી હતી જે લાઈન તૂટી ગઈ હોય ત્યારે આ ખાડાના પાણી રોડ ઉપર આવી ગયા હતા અને જેમના ખાડા ભરાયા હતા. અહીના આસપાસના રહેતા લોકોને રોગચાળાની ભીતી સેવાઇ રહી છે ત્યારે આ ખાડાના પાણી ભરાઈ રહેતા હોય રસ્તા પર ચાલવા વાળાને પણ મુશ્કેલી પડતી હોવાનો અહેવાલ આજકાલ આવ્યા બાદ માત્ર માટી નાખવામાં આવી અને લોકોને મુશ્કેલીનો પણ વધારો થયો વાહન ચલાવવું પણ મુશ્કેલ થયું છે. હાર્ડ મોરમને બદલે સોફટ મોરમ માટી નાખવામાં આવતા રસ્તા બધં થઈ ગયા આ રસ્તા પર લોકોની અવર–જવર થતી હોય તેમ જ વાહન ચાલતા હોય તો આ રોડ સરખો કરવામાં આવે તેવ માંગણી કરવામાં આવી છે સ્કૂલના વિધાર્થી તેમજ વાલીઓ પણ આ રસ્તે ચાલતા હોય જેમને સ્કૂલ નજીક પડતી હોય પણ આ ગટરના પાણીના લીધે લોકો ચાલી પણ શકતા નથી જેમને ભરીને બે કિલોમીટર ફરવા જવું પડે છે. આટકોટ ગ્રામ પંચાયતમાંવહીવટદાર આ બાબતે ધ્યાન આપે અને આ રસ્તો સરખો કરાવે તેવી પણ લોકો આશા રાખી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application