રાજકોટ શહેરમાં યોજાતા નવરાત્રી અર્વાચીન રાસોત્સવમાં પ્રથમ વખત આયોજકોને આકરી પરીક્ષામાંથી પાસ થવું પડયું હોય તેવું બન્યું છે. ટીઆરપી ગેમઝોન કાંડને લઈને પોલીસ કોઈપણ બાંધછોડ કરવા કે જોખમ ઉઠાવવા તૈયાર ન હોવાથી પ્રથમ નોરતાની સમીસાંજ સુધી રાસોત્સવના લાઈસન્સ અપાયા ન હતા અને પર્ફેામીંગ લાઈસન્સ મેળવવા માટે આયોજકોને પગે પાણી ઉતર્યા હતા. જેના ડોકયુમેન્ટ પુર્ણ હતા અને ચકાસણી થઈ એવા આયોજનોને મોડી સાંજ બાદ મંજુરી મળી હતી. જયારે ચાર આયોજનોને પ્રથમ નોરતે પરવાનો મળ્યો ન હતો અને આજે નિવેડો આવશે.
નવી એસઓપીને લઈને આ વખતે પ્રાચીન અને અર્વાચીન બન્ને આયોજનોને પોલીસથી લઈ અન્ય તંત્રની દોડધામ થઈ હતી. અર્વાચીન રાસોત્સવમાં ફાયર એનઓસી હોય તો જ પોલીસ લાઈસન્સ ઈસ્યુ કરશે તેવી સ્પષ્ટ્રતા કરાઈ હતી. જેને લઈને ફાયર એનઓસી મેળવવા માટે પહેલા મહાપાલિકાના ચકકરો આયોજકોએ કાપવા પડયા હતા. દુધના દાઝેલા છાશ પણ ફત્પંકીને પીવે તેમ મહાપાલિકા તંત્રના ફાયર ઓફિસરો હજુ જેલમાં છે. ટીઆરપીને ધ્યાનમાં લઈને ફાયર એનઓસી દેવા માટે પણ ચીફ ઓફિસર મુંઝવણમાં હતા અને સ્થળ તપાસ પુર્તતા બાદ બે દિવસ પહેલા ઘણા ખરા આયોજકોને ફાયર એનઓસી મળી હતી.
ફાયર એનઓસી મળ્યા બાદ પોલીસ લાઈસન્સની પ્રક્રિયા આગળ વધી હતી. આયોજકો દ્રારા પોલીસ સ્ટેશનોમાં અરજી સાથે સબમીટ કરાવાઈ હતી અને ત્યારબાદ ત્યાંથી ફાઈલ લાઈસન્સ બ્રાંચમાં પહોંચી હતી. આમ ફાયર એનઓસી મોડી આવતા મહત્તમ આયોજકોની લાઈસન્સની ફાઈલો અટવાઈ પડી હતી.
ફાયર એનઓસી ઉપરાંત નવો એક પ્રશ્ન સ્ટેબીલીટી સર્ટીફીકેટનો આવ્યો હતો. ઘણા ખરા આયોજકો દ્રારા આવા સ્ટેબીલીટી સર્ટી. રજુ કરાયા ન હતા અને આવા સર્ટી. મેળવવા માટે પીડબલ્યુડીથી લઈ અન્ય ખાનગી ઈજનેર પાસે દોડી જવું પડયું હતું. ગઈકાલ સાંજ સુધી આ ડોકયુમેન્ટ જમા કરાવવાની કામગીરી ચાલતી હતી. પોલીસ દ્રારા તમામ ડોકયુમેન્ટ ચકાસણી થયા બાદ લાઈસન્સ અપાશે તેવો નિર્ણય લેવાયો હતો. જેને લઈને ગઈકાલે સવારથી સાંજ સુધી લાઈસન્સ માટે આયોજકોની દોડધામ સીપી કચેરીમાં થઈ હતી.
એડી. પોલીસ કમિશનર, ડીસીપી અને અન્ય અધિકારીઓ લાઈસન્સ બ્રાંચ પીઆઈ સહિતના અધિકારીઓની ગઈકાલ મોડી સાંજ સુધી મીટીંગોનો દોર રહ્યો હતો. એક એક ડોકયુમેન્ટ ચેક થતા રહ્યા. જેઓની ફાઈલ કલીયર થઈ તેવા ૨૬થી વધુ આયોજકોને મોડી સાંજ બાદ લાઈસન્સ ઈસ્યુ થયા હતા.
એક તબકકે ઘણા ખરા આયોજકોને સંબંધીત વિસ્તારની પોલીસે લાઈસન્સ ન આવે ત્યાં સુધી આયોજનો ચાલુ ન કરવા સ્પષ્ટ્ર સંદેશો પણ આપી દીધો હતો. ગઈકાલે ચાર આયોજકોના ડોકયુમેન્ટ અધુરા હોવાને લઈને આ આયોજનો ગઈકાલે બધં જેવા રહ્યા હતા.
આજે પુર્તતા બાદ નિવેડો આવશે તેવું લાઈસન્સ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech