અમરેલીમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાઇકલમાં ખાતરની થેલી રાખી મતદાન કરવા પહોંચતા રમૂજ ફેલાઇ

  • March 01, 2021 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપની સરકાર વિરુદ્ધ અનોખો વિરોધ કરી સાયકલ પર ગેસનો બાટલો અને ખાતરની થેલી લઈને નીકળી મતદાન મથકે મતદાન કરવા પહોંચતા ભારે રમૂજ સાથે વિરોધ કરેલ હતો મતદાન કરી મીડિયા સમક્ષ રાજ્યની અને કેદ્રની સરકાર સામે આકરા પ્રહારો  કર્યા હતા   


રાજ્યમાં નગરપાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ગઇકાલે મતદાન થયું હતું. ત્યારે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અનોખી રીતે મતદાન કરવા માટે પહોંચતા ભારે રમૂજ ફેલાયેલ હતું વિરોધ પક્ષના નેતા પોતાના ઘરેથી સાયકલ ઉપર નીકળી પાછળ  ખાતરની થેલી અને ગેસનો બાટલો લઇને મતદાન મથકે જઈ મતદાન કરેલ હતું   સાયકલ પર નીકળેલ તે દરમિયાન પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને ખાતરના ભાવ અંગે સરકાર સામે સુત્રોચાર કરેલ હતા, મતદાન કર્યા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે, ગાંધી અને સરદારના ગુલામ બનેલા ગુજરાતની અંદર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. 
મંદી, મોંઘવારી અને બેરોજગારીને હરાવવાનો રાજ્યની પ્રજાએ સંકલ્પ કર્યો છે. કૃષિ અને ઋષિના જગતમાં ખેડૂતનો દીકરો મોંઘી વીજળી, મોંઘુ ખાતર અને મોંઘા બિયારણ, મોંઘી દવા અને ખેત ઉપજો ઉપર કર વસુલાત પછી પણ પોષણ ક્ષણ ભાવના અભાવમાં દેવાના બોજ નીચે દબાતો જાય છે. રાજકવાદીઓની જાળમાં ફસાઇને જમીન માફિયાઓ તેમની જમીન ઝુંટવી જાય છે, આટલી વિપરીત પરિસ્થિતિની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો અહંકારમાં રાચી રહ્યા છે ત્યારે મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે ભાજપના અહંકારને ઓગાળવો ખુબ જરૂરી છે,ગેસ સિલિન્ડરની ૮૨૫ રૂપિયા કરતા વધુ કિંમત થયેલ છે,


ખેડૂતોને જંતુનાશક રાસાયણીક ખાતર જોઇએ છે ત્યારે આજે ડીએપી ૧૫૦૦ રૂપિયા પહોચવાની જાહેરાત થઇ રહી છે, એનપીકે ૧૪૦૦થી વધુની વસુલાત થઇ રહી છે..
વધુમાં જણાવ્યું હતું કે આ બધી જ સ્થિતિમાં સરકાર ઉપર નિયંત્રણ લાવવા કમળને કચડવુ ખુબ જરૂરી છે. ગુજરાતના ગરીબ ગામડા અને ખેડૂતોની સરકાર બનાવવા આજે લોકો મતદાન કરશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળી કમળને કચડી કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આશીર્વાદ આપશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS