વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડકટ બનાવતી કંપનીના બેબી પાવડર,ટેલ્કમ પાઉડરમાં કેન્સર પેદા કરતા પદાર્થેાની હાજરી મળ્યા બાદ આ વિગતો છુપાવવા બદલ જોન્સન એન્ડ જોન્સન કંપનીને અમેરિકામાં ૭૦૦ મિલિયન એટલે કે . ૫,૮૪૯.૪૫ કરોડનો દડં ફટકારવામાં આવ્યો છે.
૪૨ યુએસ રાયો અને વોશિંગ્ટન, ડીસીમાં આ અંગે વિગતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ આ સમગ્ર મામલો દબાવવા માટે વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડકટ નિર્માતા હોન્સન એન્ડ હોન્સને ૭૦૦ મિલિયન એટલે કે . ૫,૮૪૯.૪૫ કરોડ નો દડં ફટકાર્યેા છે.
મીડિયા રિપોટર્સ અનુસાર, કંપનીનો કરાર એ આરોપોને સાબિત કરે છે કે જો઼સન એન્ડ જોન્સને તેની ટેલકોમ પ્રોડકટસની સુરક્ષાને લઈને ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા છે. જો કે, કંપનીએ હાલમાં આ પ્રોડકટના વેચાણ પર પ્રતિબધં લગાવી દીધો છે.પરંતુ વેચાણ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો તે પહેલા આ ઉત્પાદન લાંબા સમય સુધી જંગી માત્રામાં વેચવામાં આવ્યું હતું.જો઼સન એન્ડ જોન્સને રાયો સાથેના સમાધાનમાં કોઈ ગેરરીતિ થયાનું સ્વીકાયુ નથી. લોરિડા, નોર્થ કેરોલિના અને ટેકસાસ જેવા રાયોના નેતાઓ આ સમાધાન પ્રક્રિયામાં સામેલ હતા. કંપનીનું કહેવું છે કે તેની ટેલ્ક પ્રોડકટ સુરક્ષિત છે. આનાથી કેન્સરનો કોઈ ખતરો નથી. ગયા જુલાઈમાં, કંપનીએ કેલિફોર્નિયાના એક વ્યકિતને ૧૮.૮ મિલિયન ચૂકવવા પડા હતા જેમણે કહ્યું હતું કે તેને હોન્સનના બેબી પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સર થયું છે.આ કેસમાં યુરીનો ચુકાદો કંપની માટે એક ફટકો છે કારણ કે તે યુએસ નાદારી કોર્ટમાં તેના ટેલ્ક આધારિત ઉત્પાદન પર સમાન હજારો કેસોનું સમાધાન કરવા માંગે છે. જો કે, કંપનીએ રાયો સાથેના સમાધાન હેઠળ કોઈ ગેરરીતિ સ્વીકારી નથી. લોરિડા, નોર્થ કેરોલિના અને ટેકસાસ જેવા રાયોના નેતાઓ આ સમાધાન પ્રક્રિયામાં સામેલ હતા. કંપનીનું કહેવું છે કે તેની ટેલ્ક પ્રોડકટસ સલામત છે અને તેનાથી કેન્સર થતું નથી. લોરિડાના એટર્ની જનરલ એશ્લે મૂડીએ જણાવ્યું હતું કે, આ ગ્રાહક ઉત્પાદન સલામતી માટે એક મોટી પ્રગતિ છે. નોંધનીય છે કે હોન્સન એન્ડ જો઼સન તેના ટેલ્ક ઉત્પાદનો સંબંધિત મોટી સંખ્યામાં મુકદ્દમાઓ સાથે કામ કરી રહી છે. ૩૧ માર્ચ સુધીમાં લગભગ ૬૧,૪૯૦ વ્યકિતઓએ કંપની સામે દાવો માંડો છે. આમાંના મોટાભાગના કેસોમાં અંડાશયના કેન્સરથી પીડિત મહિલાઓનો સમાવેશ થાય છે, યારે કેટલાક વાદીઓ મેસોથેલિયોમાથી પીડિત હતા, જે એસ્બેસ્ટોસના સંપર્કને કારણે કેન્સર ગ્રસ્ત બન્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech