જામનગર સહિત 8 મહાનગરોમાં તા. 31 જુલાઇ સુધી કર્ફયુ લંબાવાયો

  • July 17, 2021 01:33 PM 

સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનો સ્વીમીંગપુલ અને વોર્ટરપાર્ક 60 ટકા કેપેસીટી સાથે તા. 20 શ થશે : સરકારની કેટલીક છુટછાટો

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના અઘ્યક્ષસ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં ગઇકાલે જામનગર સહિત રાજયના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફયુ તા. 31 સુધી યથાવત રાખવામાં આવ્યો છે, જયારે જામનગર મહાપાલીકા સંચાલીત સ્પોર્ટસ કોમ્પલેક્ષનું સ્વીમીંગ પુલ અને વોટર પાર્ક 60 ટકા કેપેસીટી સાથે તા. 20 જુલાઇથી શ થશે એટલુ જ નહીં ખાનગી અને પબ્લીક ટ્રાન્સપોર્ટ, નોનએસીમાં 100 ટકા અને એસીમાં 75 ટકા પેસેન્જર લઇ જઇ શકાશે કર્ફયુનો સમયમાં કોઇ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી.

જામનગર મહાપાલીકાનો સ્વીમીંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે કોરોના કારણે આ સ્વીમીંગ પુલ શ થયો નથી જયારે ખાનગી સ્વીમીંગપુલો પણ બંધ છે એટલુ જ નહીં વોટરપાર્ક પણ બંધ હાલતમાં છે, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહયું છે ત્યારે નિયત એસઓપીને ઘ્યાનમાં લઇને શ કરી શકાશે, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના સ્વીમીંગપુલમાં અને વોટર પાર્કમાં 60 ટકા લોકો આવી શકશે એટલુ જ નહીં વેકસીનનો પ્રથમ ડોઝ લેનારાઓને જ તેમા પ્રવેશ મળશે, ખાનગી બસના ડ્રાઇવર ક્ધડકટરે પણ વેકસીનનો પ્રથમ ડોઝ લેવો પડશે, રાજયના ગૃહ વિભાગ દ્વારા લાગુ કરાયેલા નિયંત્રણો તા. 31 જુલાઇ સુધી યથાવત રહેશે આમ સરકારે છુટછાટ આપી છે.

છેલ્લા કેટલાય સમયથી રાત્રે 10 વાગ્યે કર્ફયુ હોવાના કારણે લોકો બહાર નીકળી શકતા નથી, ખરેખર તો કર્ફયુનો સમય 12 થી 6 રાખવામાં આવે તો ઉનાળાની ગરમીમાં લોકો બહાર નીકળી શકે, લોકોની પણ માંગણી છે કે આ સમય થોડો વધારવામાં આવે, જો કે સરકારે ત્રીજી લહેર આવે તો તેના અનુસંધાને કર્ફયુમાં કોઇ વધુ છુટછાટ આપી નથી અને તા. 31 જુલાઇ સુધી યથાવત રાખ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS