ઇમરાન ખાનનો નિશાસો કે ડર ? જાણો ! શા માટે કહ્યું, મારા લોકો વેચાઇ ગયા પણ હું લડીશ

  • March 04, 2021 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્યારેક ભારત સામે અયોગ્ય નિવેદન આપીને તો ક્યારેક ચીનની તરફેણ કરીને પાકિસ્તાન ચર્ચામાં આવતું રહે છે. આવી જ એક પાકિસ્તાની ચર્ચા વર્તમાન સમયમાં પણ થઈ રહી છે. જોકે તેમા ક્યાં ભારત, અમેરિકા કે ચીન નહીં પરંતુ ચર્ચાનું કેન્દ્ર ખૂદ પાકિસ્તાન અને તેના પ્રધાનમંત્રી જ છે.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશના નામે સંબોધનમાં વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઇમરાન ખાને કહ્યું કે વિપક્ષી દળો દેશના લોકતંત્રનું મજાક બનાવી રહ્યા છે. સીનેટની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યુસુફ રઝા ગિલાનીએ ઘણા પૈસા વહેંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નાણામંત્રી અબ્દુલ હફીઝ શેખના પરાજય પછી ઇમરાને સંસદમાં શનિવારે વિશ્વાસમત લાવવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે તે વિપક્ષમાં બેસવા તૈયાર છે પણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે નહીં. ઇમરાન ખાને કહ્યું કે તેમનો વિચાર હતો કે મારી ઉપર નો કોન્ફિડેન્સની તલવાર લટકાવશે અને મને ખુરશી સાથે પ્રેમ છે. તો હું તેમના બધા કેસ ખતમ કરી દઇશ. જે ખોટું છે.

ઈમરાનખાને વધુમાં કહ્યું હતું કે હું પોતે વિશ્વાસ લેવા જઈ રહ્યો છું. હું સંસદમાં બધાની સામે વિશ્વાસ માંગીશ. કોઈ વાત નહીં માને તો હું વિપક્ષમાં ચાલ્યો જઇશ. વિપક્ષના નેતાઓને પડકાર આપતા ઇમરાન ખાને કહ્યું કે હું વિધાનસભાથી વિશ્વાસ મત લેવા જઈ રહ્યો છું. વિપક્ષમાં બેસું કે વિધાનસભાની બહાર રહું. હું તમને (વિપક્ષી નેતાઓ) ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી તમે આ દેશના પૈસા પાછા નહીં આપો. મારા જીવન પર કોઈ ફરક પડશે નહીં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application