કાલાવડના નાનીવાવડીમાં થયેલી ચોરીનો સોના-ચાંદીનો રૂ. ૨૦,૯૧,૫૦૦ નો મુદામાલ ફરીયાદીને પરત સોંપતા જીલ્લા પોલીસવડા
ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલ ઝડપ થી મુળ માલિકો ને પરત મળે અને નાગરીકો નો સમય ન બગડે તે માટે ગુજરાત સરકાર દ્વારા “તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અન્યવે જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામનગર ગ્રામ્ય વિભાગ જામનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા એ ચોરી અન્વયે કબ્જે કરાયેલો રૂ.૨૦.૯૧ લાખ નો મુદ્દામાલ મૂળ માલિક ને અર્પણ કર્યો હતો.
કાલાવડ તાલુકા ના નાની વાવડી ગામ ના મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણી નાં મકાન મા ચોરી થવા પામી હતી.જે અંગે તેઓએ ફરીયાદ આપી હતી, જે ગુનાની તપાસ દરમ્યાન જામનગરની એલ.સી.બી. શાખા દ્વારા આ કામેના બે આરોપીઓ પાસે થી ફરીયાદી ની ચોરી થયેલી વસ્તુઓ પૈકી સોનાના અલગ અલગ દાગીના જેનુ વજન ૩૨૪ ગ્રામ ૩૫૦ મીલી ગ્રામ કી.રૂ.૧૯,૯૦,૫૦૦ તથા ચાંદી ના અલગ અલગ દાગીના જેનુ વજન ૩૬૬ ગ્રામ કી.રૂ.૧૯,૦૦૦ તથા રોકડ રૂપીયા ૮૨,૦૦૦ મળી કુલ કી.રૂ.૨૦,૯૧,૫૦૦ નો મુદામાલ રીકવર કરી ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો.
ત્યારપછી ફરીયાદીને સરકારના “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" ની સમજ અપાઈ હતી, અને ફરીયાદી એ મુદામાલ છોડાવવા કાલાવડ કોર્ટમા અરજી કરતાં તેઓની અરજી અન્વયે તાત્કાલીક કોર્ટ મા અભિપ્રાય મોકલી આપવામા આવ્યો હતો. આથી કોર્ટે અરજદાર ને મુદામાલ પરત સોપવા નો હુકમ કર્યો હતો. જે અનુસંધાને ફરીયાદીના ચોરી થયેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ .રૂ.૨૦,૧૧,૫૦૦ નો મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ, નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવઘા , જયવિરસિંહ ઝાલા તથા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ. લગારીયા તથા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેટર એન.બી.ડાભી દ્વારા પરત સોપી આપી સરકાર ના ઉદેશ્યને સફળ બનાવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો; હાલત ગંભીર, ચાહકોમાં ચિંતા
January 11, 2025 12:45 PMજામનગર સર્કિટ હાઉસ ખાતે રાજયપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
January 11, 2025 12:24 PMછત્તીસગઢમાં નક્સલીઓનો આઇઇડી બ્લાસ્ટ, સીઆરપીએફનો એક જવાન ઘાયલ, જાણો કેવી રીતે વિસ્ફોટ થયો
January 11, 2025 12:18 PM300 કરોડ ફી લેતો અભિનેતા 7 કરોડની વેનિટી વેન વાપરે છે
January 11, 2025 12:14 PMરિલીઝ થયાના કલાકોમાં જ 'ગેમ ચેન્જર' લીક
January 11, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech