ફલાય ઓવરબ્રિજ, હાપા બ્રિજ, લાલપુર ચોકડી બ્રિજમાં લાઇન સીફટીંગનું કામ તાત્કાલીક સર્વે કરીને પુ કરવા નિર્ણય: ઢીચડા એસટીપીટી પ્લાન, સુએજ પમ્પીંગ સ્ટેશન સહિતના અન્ય સ્થળોએ લોડ વધારવા પણ થઇ ચચર્:િ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર જાડેજા વચ્ચે થઇ મહત્વની ચચર્િ
જામનગર શહેરમાં પ્રિ-મોનસુન કામગીરીમાં કેટલીક વિજ લાઇનો બદલવાની થાય છે, એટલું જ નહીં સૈનિક ભવન ખાતે રેલ્વે ઓવરબ્રિજ પાસે નડતા જેટકોના કેબલ અને લાઇન સીફટ કરવા ફલાય ઓવરબ્રિજના રસ્તામાં ટ્રાન્સફોર્મર અને નવી લાઇન નાખવા ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ ચોકડી બ્રિજ પાસે પણ પીજીવીસીએલની લાઇન અંગે ગઇકાલે સાંજે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના અઘ્યક્ષ સ્થાને એક મહત્વની મીટીંગ મળી હતી જેમાં પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર જાડેજા, જેટકોના કાર્યપાલક ઇજનેર ઉપરાંત કોર્પોરેશનના ડીએમસી ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની તેમજ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ મીટીંગમાં હાજર રહ્યા હતાં અને લાંબા સમયથી કેટલાક પડતર પ્રશ્ર્નો અંગે પણ ચચર્-િવિચારણા કરી હતી.
ગઇકાલે યોજાયેલી મીટીંગમાં પીજીવીસીએલ અને જેટકોના જુદા-જુદા કામ અંગે મહત્વની ચચર્િ કરાઇ હતી, જેમાં એલસી નં.201 સૈનિક ભવન પાસે રેલ્વે ઓવરબ્રિજનું કામ ચાલું કરવાનું હોય નડતરપ જેટકોના કેબલ, કમ્પાઉન્ડ વોલ અને પીજીવીસીએલની લાઇન સીફટ કરવા, લાલપુર ફલાય ઓવરબ્રિજના કામ માટેનો લાલપુર જંકશનથી સાંઢીયા પુલ સુધીનો ચાર કિ.મી.નો લાંબો સર્વિસ રોડ છે જેમાં પીજીવીસીએલનું બાકી રહેતું લાઇન સીફટીંગનું કામ પુ કરવા ચચર્િ શ થઇ હતી.
રાધીકા એજયુકેર સ્કુલ પાસે 45 મીટર ટીપી રોડ ઉપર પીજીવીસીએલની જુદી-જુદી ત્રણ લાઇનો અલગ-અલગ પોલમાં છે, જેને શિન્ક્રોનાઇઝ કરી આ રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું કામ ચાલું કરવાનું હોય તેના માટે જરી આરઓડબલ્યુ મળી રહે તે માટે પીજીવીસીએલના લગત વિભાગને કોર્પોરેશનના ભૂગર્ભ ગટરના નાયબ કાર્યપાલક ઇજનેરને સાથે રાખી સર્વે કરાવવા નકકી થયું હતું તેમજ ઢીચડા એસટીપી પ્લાન્ટ પાસે પીજીવીસીએલના પોલ અને લાઇન સીફટ કરવા નકકી કરાયું હતું.
કોર્પોરેશન દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, સુએજ પમ્પીંગ સ્ટેશન, ગોકુલનગર, નવાગામ ઘેડ, વ્હોરાના હજીરા પાસે, ગાંધીનગર પમ્પીંગ સ્ટેશન માટે જરી લોડ વધારવાની અરજી કોર્પોરેશન દ્વારા કરાઇ છે અને તેનો ચાર્જ પણ ભરી આપવામાં આવ્યો છે તે તાત્કાલીક લોડ વધારીને ચોમાસા પહેલા પ્રાયોરીટીના ધોરણે આ કામ કરી આપવા ચચર્િ થઇ હતી.
સાત રસ્તા, સુભાષ ઓવરબ્રિજ ફલાય ઓવરબ્રિજના કામ અન્વયે અંબર જંકશન પાસે બ્રિજનો રેમ્પ ઉતરતો હોય ત્યાં કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેરને સાથે રાખીને સર્વે કરાવવા પોલ, લાઇન, ટ્રાન્સફોર્મર સીફટ કરાવવાના કામને ટોચની અગ્રતા આપવા માટે પણ ચચર્િ થઇ હતી તેમજ શહેરમાં જે જગ્યાએ કોર્પોરેશન દ્વારા વૃક્ષોનું ટ્રીમીંગ કરાય છે તેમાં પણ પીજીવીસીએલને કો-ઓર્ડીનેશન કરીને સહકાર આપવા ઉપરાંત રોડ પરની ઝાડની ડાળીઓનો નિકાલ કરવા પણ નકકી કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરની ફરતે ગ્રીલ મુકીને જાળીથી ટ્રાન્સર્ફોમર પેક કરવામાં આવેલ છે તેમાં પીજીવીસીએલના પ્રોહીબીટેડ એરીયામાં જરી સાફ સફાઇ કરવા તેમજ જે વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા અન્ડર લાઇન કેબલ સરકારની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ છે તે વિસ્તારમાં એનઓસી અંગે પણ ચચર્િ થઇ હતી તેમજ ચોમાસા દરમ્યાન વિજ પુરવઠો વિક્ષેપ થયા વિના ચાલું રહે અને મીનીમમ શટડાઉન થાય અને ઓછુ ટ્રીપીંગ આવે તેવી વ્યવસ્થા કરવા પણ અધિકારીઓ વચ્ચે ચચર્િ થઇ હતી.
આ મીટીંગમાં એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, ભૂગર્ભ ગટરના મુકેશ ગોસાઇ, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની, સિવીલના કાર્યપાલક ઇજનેર પાઠકભાઇ, કેતન કટેશીયા, અનિલ ભટ્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech