પોરબંદરમાં મહિલાઓને મહિલા પોલીસ દ્વારા અગત્યનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતુ.
સી -ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેરની સી-ટીમના નોડલ ઓફિસર, મુખ્યમથકના ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.કે.ગોલવેલકર, પોલીસ ઇન્સપેકટર વાય.જી. માથુકીયા, પી.એસ.આઇ. કે.એમ. સૈયદ તથા પી.એસ.આઇ. એ.સી. નિમાવત તથા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પોરબંદરના ખીજડીપ્લોટ બગીચામાં આવેલ મહિલાઓને મહિલા જાગૃતિ માટે સી ટીમને લગતા મહિલા જાગૃતિ કાર્યક્રમ કરેલ. જેમાં ઘરેલુ હિંસા, છેડતી, સાયબર ક્રાઇમ (૧૯૩૦), પોકસો જેવા બનાવોમાં કઇ રીતે મદદપ પોલીસ તથા ૧૮૧ થાય તેના વિશે માહિતી આપેલી. નિરાધાર મહિલાઓની મદદ માટે ૧૦૦ નંબર તથા ૧૮૧માં ફોન કરી તાત્કાલિક મદદ લઇ શકાય છે. તે વિશે જરી માર્ગદર્શન આપેલ. સખી વન સ્ટોપ સેન્ટર વિશેની માહિતી આપેલી જેમાં મહિલાઓને ઘરેથી કાઢી મુકેલા હોય કે નિ:સહાય હોય તેને આશ્રય તથા જરી મદદ આપવામાં આવે છે. જર જણાય તો મહિલા પોલીસ સ્ટેશન આવી શકો છો. પોલીસ પ્રજાનો મિત્ર છે. વિના સંકોચે મદદ માંગી શકો છો તે વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech