આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા

  • August 04, 2021 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્લીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અંગે માહિતી આપતા સૂચના-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે, રેપ કેસમાં પીડિતાને વહેલી તકે ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજના યથાવત રહેશે. જેમાં 1 હજાર 23 ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલતી રહેશે. સમગ્ર શિક્ષા યોજના માટે પણ મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2018માં શરૂ કરાયેલી સમગ્ર શિક્ષા યોજનાની મુદ્દત હવે વર્ષ 2026 સુધી લંબાવવામાં આવી છે. મંત્રીમંડળે શાળાકીય શિક્ષણ માટે 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2026 સુધી સમગ્ર શિક્ષા યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી. રૂ. 2,94,283.04 કરોડનો નાણાંકીય ખર્ચ થશે જેમાં કેન્દ્રનો રૂ. 1,85,398.32 કરોડનો હિસ્સો સામેલ છે. આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે, દરેક સમાજ સુધી એક સમાનરૂપમાં શિક્ષણ દરેક સુધી પહોંચે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS