મહેસુલ વિભાગના કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના મામલે સરકારની મહત્વની જાહેરાત

  • February 22, 2023 08:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી કર્મચારીઓને 10,20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના સંદર્ભે ગુજરાત સરકારના મહેસુલ વિભાગના નાયબ સચિવ ધવલ શાહે મહત્વની સૂચનાઓ આપતો પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.


પરિપત્રમાં જણાવ્યા મુજબ મામલતદાર, વર્ગ-2 સંવર્ગનું અને નાયબ કલેકટર, વર્ગ-1 સંવર્ગનું ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવાની સત્તાઓ મહેસુલ વિભાગ હસ્તક છે જે અન્વયે મામલતદાર અને નાયબ કલેકટર સંવર્ગનું ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરીની દરખાસ્ત સરકાર કક્ષાએ વહીવટી વિભાગને મોકલી આપવાની રહેશે.


તા.2-7-2007 પહેલાં 9 વર્ષની સેવા પૂર્ણ કરેલ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થશે જે અંગેની દરખાસ્ત સંદર્ભ-2ના તા.9-10-2002ના પરિપત્ર મુજબ મોકલવાની રહેશે.તા.19-10-2022 પહેલાં 12 વર્ષની સેવા પૂર્ણ કરેલ કર્મચારીઓને નાણા વિભાગના તા.2-7-2007ના ઠરાવની જોગવાઈ અનુસાર ઉચ્ચત્તર પગાર ધોરણ મળવાપાત્ર થશે જે અંગેની દરખાસ્ત તા.8-10-2007ના પરિપત્ર તેમજ તા.31-5-2008ના પત્ર મુજબ મોકલવાની રહેશે. 10,20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા અંગેની યોજના અંગે તા.19-10-2022ના ઠરાવ સાથેની બાંહેધરીઓ તેમજ વિગતો દરખાસ્ત સાથે રજૂ કરવાની રહેશે.
કલેકટર કચેરીના મહેકમના, કલેકટર કચેરીઓ સિવાય અન્ય કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરીની દરખાસ્ત જે તે ખાતાના વડાની કચેરીએ સંબંધિત કલેકટર કચેરીને કરવાની રહેશે. કલેકટર કચેરીએ ચકાસણી કરીને આવી દરખાસ્ત વહીવટી વિભાગને મોકલી આપવાની રહેશે. ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરીની દરખાસ્ત સાથે સંબંધિત કર્મચારીની આખેઆખી સેવાપોથી ન મોકલતા જર પુરતી સેવાપોથીની નોંધની પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરીની દરખાસ્ત સાથે સંબંધિત કર્મચારીની સંપૂર્ણ અને અદ્યતન ખાનગી અહેવાલની ફાઈલ પણ પુરી પાડવાની રહેશે. ખાનગી અહેવાલની ફાઈલમાં સી.આર. નાણાકિય વર્ષ મુજબ ક્રમાનુસાર મુકેલ હોય તે સુનિશ્ર્ચિત કરવું.

ઉચ્ચત્તર પગાર ધોરણ મુજબીન દરખાસ્ત અંગે સરકારના નાણા વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ અને મહેસુલ વિભાગના વખતો વખત બહાર પાડવામાં આવતા ઠરાવ-પરિપત્રની સૂચનાઓ પણ ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવાની દરખાસ્ત ધ્યાને લેવાની રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application