કલમ ૭૩ હેઠળ નોટિસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં GST એમનેસ્ટી સ્કીમ અંતર્ગત ૩૧ માર્ચ પહેલા વેરાની ચુકવણી કરનારને વ્યાજ અને દંડ માંથી મુક્તિ મળશે
રાજ્ય કર વિભાગ, જામનગર દ્વારા તમામ કરદાતાઓ માટે GST એમનેસ્ટી સ્કીમ હેઠળ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. CGST અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૨૮A હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં ફક્ત વેરો ભરવાથી વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવશે. જેથી વેપારીઓના જૂના કેસોનો નિકાલ આવશે અને ભવિષ્યમાં સુઘડ અને વ્યવસ્થિત બનાવવામાં માટે મદદરૂપ થશે.
*સ્કીમ હેઠળ ઉપલબ્ધ લાભો*
વ્યાજ અને દંડ માફી:વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળનાં આદેશ પસાર થયેલ હોય તેમજ ફક્ત નોટીસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં વેરાની ચુકવણી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં કરવાથી વ્યાજ અને દંડથી મુક્તિ મળશે.ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બાબત રાહત: નવેમ્બર ૨૦૨૧ સુધીના કલમ ૧૬(૪) હેઠળ ઉપસ્થિત થયેલ હોય તેવા માંગણાં માટે જીએસટી પોર્ટલ પર ઓનલાઇન આદેશનાં સુધારા માટે અરજી કરવાથી વેરાશાખમાં લાભ મળી શકશે.મોડા GSTR-9C ફાઇલિંગ માટેની લેટે ફી માફ: વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના GSTR-9C રિટર્ન જો ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ફાઇલ કરાશે તો લેટે ફી માં રાહત આપવામાં આવશે.
*આ સ્કીમનો લાભ કોણ લઈ શકે?*
જે કરદાતાઓએ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળ આદેશ પસાર થયેલ હોય અને લેણાં ભરવાનાં બાકીમાં હોય તે કરદાતા લાભ લઇ શકશે.જે કરદાતાઓએ કલમ ૭૩ હેઠળ નોટીશ મેળવેલ હોય પરંતુ આદેશ પસાર ન થયેલ હોય તે પણ લાભ મેળવી શકશે. જે કરદાતાએ અપીલ ફાઇલ કરેલ હોય તેમને અપીલ પાછી ખેચવાની શરતે લાભ મેળવી શકશે.કલમ ૧૬(૪) હેઠળની વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ સુધીની વેરાશાખ હવે ૩૦-૧૧-૨૦૨૧ સુધીમાં લીધેલ હશે તો વેરાશાખ મળી શકશે. જેમણે ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના GSTR-9C રિટર્ન મોડથી ફાઇલ કરેલ છે તેવા કરદાતાઓને લેટ ફીમાં માફી મળી શકશે.
*એમનેસ્ટી સ્કીમનો લાભ લેવા કરદાતાઓએ શું કરવું?*
કરદાતાની બાકી જવાબદારીઓની સમીક્ષા કરી અને કુલ બાકી બાબતે જીએસટી પોર્ટલ www.gst.gov.in પર લોગિન કરી અને બાકી લેણાંની રકમ ચકાસો. જો કોઈ બાકી લેણાંની નોટીસ મળી હોય, તો તેની વિગતો ચકાસી લો. કરદાતાઓ તેઓનાં ટેક્ષ કંન્સલટન્ટ તેમજ ચાર્ટર્ડ અકાંન્ટન્ટનો સંપર્ક કરી બાકી લેણાં વિશે વધુ વિગતો મેળવી શકશે.
*SPL 01 અને SPL 02 ફોર્મ ફાઇલ કરો*
જે કરદાતાઓને નોટીસ મળેલ છે અને આદેશ પસાર થયેલ નથી તેવા કરદાતાઓને SPL 01 માં અને જે કરદાતાઓનો આદેશ પસાર થયેલ છે તેવા કરદાતાઓને SPL 02 માં તા: ૩૧-૦૩-૨૦૨૫ સુધીમાં વેરાની ચુકવણી કરી અને તા: ૩૦-૦૬-૨૦૨૫ સુધીમાં જીએસટી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
*ટેક્સની ચૂકવણી કરો*
૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા બાકી રહેલી ટેક્સ રકમ ભરવી જરૂરી છે. જો તમારું SCN કલમ ૭૩ હેઠળ છે, તો વ્યાજ અને દંડની માફ મળશે.
*અરજી માટે જરુરી દસ્તાવેજો*
એમનેસ્ટી સ્કીમમાં અરજી કરવા માટે વેરાનું ચુકવણૂં કર્યાની વિગતો અને આદેશની વિગતો સાથે જો અપીલ કરેલ હોય તો તે પાછી ખેચેલ છે તેની પહોંચ સાથે રાખવાની રહેશે. ITC બાબતમાં રાહત મેળવવા માટે નવેમ્બર ૨૦૨૧ સુધીના તમામ સંબંધિત દસ્તાવેજો મેળવી સમય મર્યાદામાં ઓનલાઇન સુધારા આદેશ માટે અરજી કરવાની રહેશે.
*અપીલ પાછી ખેચવાની રહેશે*
જો કોઈ કેસમાં કરદાતાએ અપીલ કરેલ હોય અને તે અપીલ કક્ષાએ પેન્ડિંગ હોય તો તેને પાછી ખેંચી અને એમનેસ્ટી સ્કીમ માટે અરજી કરવાની રહેશે.
*૩૧ માર્ચ પહેલા પેમેન્ટ અને ૩૦ જૂન સુધી અરજી*
તા: ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા સમગ્ર ભરવાપાત્ર વેરાનું ઓનલાઇન જીએસટી પોર્ટલ પર પેમેન્ટ કરવું જરૂરી છે. તા: ૩૦ જૂન ૨૦૨૫ પહેલા અરજી (SPL-02) સબમિટ કરવાની રહેશે.
*સુસંગતતા જાળવો*
ભવિષ્યમાં વેરાકીય જવાબદારી સામે મિલકત ઉપર કાયદાકીય પગલાની આડઅસરો ટાળવા માટે રેગ્યુલર રિટર્ન્સ ફાઇલિંગ ચાલુ રાખો અને બાકી લેણાંની જવાબદારી એમનેસ્ટી સ્કીમ હેઠળ ચુકવણી કરી અને વસુલાતનાં આકરા પગલામાંથી મુક્તિ મેળવો.
*કરદાતાઓ માટે છેલ્લી તક*
રાજ્ય કર વિભાગે તમામ વેપારીઓ અને કરદાતાઓને આ તકનો લાભ લેવા અને તેમના બાકી પેમેન્ટ્સ ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા ભરવા અનુરોધ કર્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કર સલાહકારોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ તેમના કરદાતાઓને આ યોજના અંગે જાગૃતિ લાવવામાં મદદ કરે.
*બાકી વસૂલાત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે*
જીએસટી કાયદાની બાકી વસુલાત અંન્વયે જે કરદાતાઓનાં લેણાં બાકી છે તેવા કરદાતાઓ અપીલ ફાઇલ નથી કરતા કે એમનેસ્ટી સ્કીમ હેઠળ ભાગ પણ નથી લેતા અને વેરો ટાળવાનો પ્રયત્ન કરે છે તેવા કરદાતાઓ સામે જીએસટી કાયદા હેઠળનાં નિયમો અને જોગવાઇઓને આધિન સરકારી લેણાંની વસુલાત માટે બેંક ટાંચ અને મિલ્કત ટાંચ જેવા આકરા પગલા લેવામાં આવશે. વધુ માહિતી માટે લોકો પોતાના કાર્યક્ષેત્ર હેઠળની રાજ્ય વેરા કચેરીનો સંપર્ક કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં હાથ ધરાઈ દબાણ હટાવ ઝુંબેશ
March 18, 2025 01:44 PMજામનગર : ધ્રોલ નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય
March 18, 2025 01:25 PMIPLની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સનો ખેલાડી KL રાહુલ પહોંચ્યો મહાકાલના દરબારમાં, જુઓ વીડિયો
March 18, 2025 01:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech