મહાદેવને મંદીની અસર: સોમનાથ મંદિરની આવકમાં ૩૭ લાખનું ગાબડું

  • November 21, 2020 11:54 AM 287 views

ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળીના તહેવારો-રજાઓમાં ભાવિકો યાત્રિકો અને પ્રવાસીઓની ચહલ પહલથી છલકાયા. સોમનાથ ટ્રસ્ટને દિવાળીના તા.૧૩થી ૧૯ નવેમ્બર દરમિયાન દોઢ લાખ ભાવિકોએ દૂર-સુદૂરથી આવી સોમનાથ મહાદેવને શિશ ઝૂકાવયું. આ દિવસો દરમિયાન ટ્રસ્ટને રૂપીયા પંચાવન લાખ ચુમોતેર હજાર એંસીની આવક ફકત સાત દિવસમાં થઇ.


થયેલી આવકની વિગતમાં જોઇએ તો ગોલખ બોક્ષ રૂ.૮,૧૪,૩૫૮, પુજાવિધી રૂ.૭,૮૪,૮૪૭, પ્રસાદી રૂ.૧૭,૮૪,૪૭૫, અન્ય વિવિધ વસ્તુઓ રૂ.૧,૯૭,૩૮૯, પાર્કિંગ રૂ.૫,૨૮,૦૦૦, અતિથીગૃહોની આવક રૂ.૧૪,૬૫,૦૧૧ કુલ રૂપિયા ૫૫,૭૪,૦૮૦. આ વરસે કોરોના મહામારીની અસર મંદિરના આર્થિક તંત્રને અસરકર્તા રહી.વર્ષ ૨૦૧૯માં આ જ દિવાળીના તહેવારોમાં મંદિરને રૂપીયા ૯૩ લાખ ૨૦ હજારની આવક થઇ હતી તો વર્ષ ૨૦૧૮માં ૭૬ લાખની આવક થઇ હતી અને ૨૦૧૭માં ૩૫ લાખ અને ૨૦૧૬માં ૬૦ લાખની આવક નોંધાઇ હતી.સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગવીસુઝ-સુપેરે આયોજનથી દર્શન પાસ પ્રથા વિનામુલ્યે અને દર્શન સમય રાત્રીના દસ સુધી રખાતાં ભાવિકો ભાવપૂર્વક-સગવડતાભરી રીતે દર્શન કરી શકયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application