જામ્યુકોની ઇમ્પેકટ ફીનો લાભ લેવા તા.૧૬ ડીસે. સુધી અરજી થઇ શકશે

  • December 05, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંધકામ નિયમીત કરાવવા માટે અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં ૫૬૧૬ અરજી થઇ: ૨૩૯૫ને મંજુરી આપતું ટીપીઓ

જામનગર મહાપાલિકામાં સરકાર દ્વારા ઇમ્પેકટ ફીની અરજી કરવાની મુદતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે તા.૧૬ ડીસેમ્બર સુધી ઇમ્પેકટ ફીની અરજી થઇ શકશે, અપીલમાં જવાની તકના મુદે સરકારની જાહેરાત બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે, જામનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ૫૬૧૬ અરજી આવી છે, જેમાંથી ૨૩૯૫ અરજીને મંજુરી આપવામાં આવી છે.
ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખાના ઉર્મિલ દેસાઇ, અનીલ ભટ્ટ અને અન્ય સ્ટાફ દ્વારા ઇમ્પેકટ ફીની યોજના અંગે અરજીઓની ચકાસણી થઇ રહી છે, આ બાંધકામોમાં પાર્કિંગની જોગવાઇનો ભંગ થતો હોય, માર્જીન છોડવાનો ભંગ થતો હોય, હેતુફેરના નિયમ કે ઇમારતના ઉપયોગની મંજુરી તેમજ કમ્પલીશન ન મળ્યું હોય તેવા તમામ મિલ્કતધારકો આ ઇમ્પેકટ ફી યોજનાનો લાભ લઇ શકશે.
સરકાર દ્વારા આ જાહેરાત કરાયા બાદ કોર્પોરેશનમાં ૫૬૧૬ અરજી આવી છે જેમાંથી ૨૧૩૫ અરજી નામંજુર કરવામાં આવી છે અને ૨૩૯૫ અરજી પર મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. તા.૧૬ ડીસેમ્બર બાદ અરજી કરવાનો સમય અને તારીખમાં વધારો થશે કે કેમ તે અંગે કઇ નકકી નથી અને ત્યારબાદ કોઇપણ બાંધકામ રેગ્યુલર થઇ શકશે નહીં તેમ પણ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application