મહેસુલી કાયદામાં તોળાતા ધરખમ ફેરફાર

  • January 29, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્રારા રેવન્યુ ને લગતા કાયદા અને નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે આ માટે રાય સરકાર દ્રારા એક કમિટીની રચના કરવામાં આવી છે.રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે સરકાર કેટલાક નિયમોને સરળ બનાવવા વિચાર છે. જે એરિયામાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મૂકી દેવાઈ એ ત્યાં જમીનના બિન ખેતી એનએ સર્ટિફિકેશનની પ્રક્રિયા કરવાની કોઈ જર નહીં રહે. કોઈ પણ જમીન માટે નોન–એગ્રીકલ્ચર સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા માથાના દુખાવા સમાન હોય છે.હવેથી આ સર્ટિફિકેશનની પ્રોસેરા જ દૂર કરવામાં આવે તેવી શકયતા છે. ગુજરાત સરકારે ગયા મહિને ચાર સભ્યોની એક સમિતિની રચના કરી હતી જે હાલના રેવન્યુ કાયદાની સમીક્ષા કરીને જુદા જુદા હિતધારકો પાસેથી ફીડબેક મેળવશે અને જરી સુધારા વધારા કરશે. તેનાથી ગુજરાતમાં રેવન્યુ વહીવટ વધુ સુગમ રીતે થાય તેવી શકયતા છે.

ગુજરાત સરકાર દ્રારા જૂના મહેસૂલી કાયદામાં સુધારા કરીને તેમાં નવું સ્વપ આપવામાં આવશે ખાસ કરીને બિનખેતીની પ્રક્રિયા ખૂબ જ લાંબી લચક હોવાની સાથે બિનજરી ખર્ચાળ હોવાનું પણ સામે આવ્યું છે કમિટીની પોતાની ભલામણ સરકારને સૂચવી દીધી છે આ માટે કમિટીનું અધ્યક્ષપદ પૂર્વ સનદી અધિકારી સી એલ મીણા સંભાળી રહ્યા છે. આ મામલે જુદા જુદા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે જેમાં બિનખેતી ની પ્રક્રિયામાં રેવન્યુ મિકેનીઝમ સુધારવું જરી છે જે જગ્યાએ ટાઉન પ્લાનિંગ આવી ગઈ છે અથવા તો ડ્રાટ ટાઉન પ્લાનિંગ તૈયાર થઈ રહી હોય તે જમીનને બિનખેતી કરવાની પ્રક્રિયા નાબૂદ થવી જોઈએ હવે નવા રેવન્યુ સુધારા મુજબ આ દરખાસ્તને સરકાર સ્વીકારે તેવી શકયતા છે સરકારને જમીનમાં બિનખેતીના સર્ટિફિકેટર માંથી જે આવક થાય છે તે જળવાઈ રહી છે તે હેતુસર જમીન નવીશરત માથી જુની શરતમા ફેરવવાથી જે પ્રીમિયમ મળવે છે તે પણ જળવાઈ રહેશે.

બિનસત્તાવાર સુત્રો માંથી મળતી માહિતી અનુસાર, હાલ ગુજરાતમાં ખેડૂત ન હોય તેવી વ્યકિત ખેતીની જમીન ખરીદી શકતી નથી આવા કોઈ સોદા થયા હોય તો સરકાર તે જમીન પાછી લઈ લેવામા છે.નવા કાયદામાં સરકાર આ શરતને દૂર કરે તેવી સંભાવના છે એવી જ રીતે જુદા જુદા કારણોથી બિન ખેતી સર્ટિફિકેશન થઈ શકતું ન હોય ત્યાં પણ પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગને બિનખેતીની પ્રક્રિયા દરમિયાન થતી રેવન્યુ ની આવક માં મળતું પ્રીમિયમ ની આવકનો મોટો હિસ્સો હોય છે. આ નવા કાયદાના સુધારાના કારણે રાય સરકારની તિજોરીમાં પાંચ હજાર કરોડની આવક ગુમાવી પડે તેવી શકયતા છે પરંતુ તેની સામે ટાઈટલ કિલયરન્સ ફી દ્રારા આ ખોટ સભર કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાતમાં રેવન્યુ કાયદા સુધારીને સરળ બનાવવામાં આવે તેવા ઘણા સમયથી માંગણી હતી. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેકટરની ડિમાન્ડ હતી કે રાય મહેસુલ કાયદાને સરળ બનાવવો જોઈએ.
તાજેતરમાં રાય સરકાર દ્રારા જંત્રીના દરમા વધારો કરવામાં આવ્યો હતો જેને લઈને રાય સરકારની તિજોરીમાં મોટા પાયે આવક થવા પામી છે. આ જંત્રીના દર યારે વધારવામાં આવ્યા ત્યારે રિયલ એસ્ટેટને થોડો સમય અસર થઈ હતી પરંતુ સમય જતા તેમાં પણ બદલાવ આવ્યો છે અને બીજી બાજુ જૂની સોસાયટીઓ ડેવલપમેન્ટમાં આવતા સરકારની આવક વધી છે.


એનએ પ્રક્રિયા સરળ થશે

ગાંધીનગરના રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ નોન એગ્રીકલ્ચરની મંજૂરી લેવાની કે ખેડૂતનું પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા બધં નહીં થાય પરંતુ તે વધુ સરળ બનાવવામાં આવશે જયાં ટાઉન પ્લાનિંગ સ્કિમ અમલમાં આવી ગઈ હોય તેવા કિસ્સામાં એન.એ.ની જરૂરીયાત બધં કરવામાં આવે અને આવી જ રીતે ખેડૂતની જમીન ખાતેદાર ખેડૂત ન હોય તેવી વ્યકિત પણ ખરીદી શકે તેવી મતલબની જોગવાઈ થવાની સંભાવના છે.


મુખ્યમંત્રીના ટેબલ સુધી રિપોર્ટ પહોંચી ગયો: ગમે તે ઘડીએ જાહેરાતની સંભાવના

ચાર સભ્યોની કમિટીએ રજૂ કરેલો રિપોર્ટ રેવન્યુ વિભાગના અધિકારીઓની નોંધ સાથે મુખ્યમંત્રીના ટેબલ પર પહોંચી ગયો છે અને ગમે ઘડીએ તેના પર નિર્ણયની શકયતા છે. આગામી તા.૧ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. મહેસુલી કાયદા અને નિયમોમાં ફેરફાર કરતા પૂર્વે અમુક બાબતમાં ગૃહની મંજૂરી અનિવાર્ય હોવાથી વિધાનસભામાં સુધારા વિધેયક આવી પડે તેવી શકયતા નિહાળવામાં આવે છે. સત્ર પુરૂ થયા બાદ નજીકના ભવિષ્યમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી વાતો છે અને જો આમ થાય તો મહેસુલી સુધારાના ફાયદા ચૂંટણીમાં પણ મળે તેવી ગણતરી મંડાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News