ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગઈકાલે ઇંગ્લેન્ડના ખેલાડી રેહાન અહેમદના વિઝાના ઇસ્યુના પગલે તેને ઇમિગ્રેશન વિભાગ દ્વારા પૂછપરછ માટે બે કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવ્યો હતો. દરમિયાન ઇમિગ્રેશન વિભાગે અહેમદને 72 કલાક સુધીમાં વિઝા ક્લિયરન્સ કરાવી લેવા સૂચના આપી હોવાનું સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં 15મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડના ટેસ્ટ મેચ ને લઈને ગઈકાલે બંને ટીમના ખેલાડીઓ રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ભારતની ટીમના ખેલાડીઓ અલગ અલગ ફ્લાઈટમાં આવ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડના ક્રિકેટરો અબુધાબીથી સીધા ચાર્ટર્ડ પ્લેન મારફત રાજકોટ આવી પહોંચ્યા હતા. બધા જ ખેલાડીઓનું એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન અગાઉ દુબઈમાં પણ બીજાને લઈને ચચર્મિાં રહી ચૂકેલ ઇંગ્લેન્ડનો ખેલાડી રેહાન અહેમદ ટેકનિકલ ઇસ્યુને લઈને ફરી હિરાસર એરપોર્ટ ખાતે ચચર્મિાં રહ્યો હતો. તેના વિઝા માં સિંગલ વિઝા એન્ટ્રી હોવાના કારણે ઇમિગ્રેશન વિભાગ દ્વારા તેને રોકી તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઈમિગ્રેશન મુદ્દે હિરાસર એરપોર્ટ ખાતે અહેમદને રોકી દેવાતા ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોકસ અને ટીમના કોચ પણ સાથે રોકાયા હતા આથી હોટલ ખાતે અન્ય ખેલાડીઓ પહોંચ્યા જ્યારે કેપ્ટન અને અહેમદ ન પહોંચતા ઇમિગ્રેશન વિભાગ નો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અબુધાબીથી ચાર્ટડ પ્લેન મારફત જ્યારે ખેલાડીઓ રાજકોટ પહોંચ્યા ત્યારે ઇંગ્લેન્ડના ચાર ખેલાડીઓ ની પૂછપરછ
પણ થઈ હતી જેમાં ત્રણના વિઝાનું ક્લિયરન્સ મળી જતા તેમને જવા દીધા હતા જ્યારે અહેમદ સિંગલ વિઝા એન્ટ્રી ના કારણે ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ તેને રોકી રાખ્યો હતો અને ઇન્કવાયરી શરૂ કરી હતી. એવી પણ માહિતી જાણવા મળી હતી કે, દુબઈમાં પણ અગાઉ ઈમિગ્રેશન વિભાગ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને જ્યાં સુધી વિઝા માટેની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તેને એરપોર્ટ પરથી જવા દીધો ન હતો જેની સામે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે અધિકારીઓએ જવા દીધો હતો અને 72 કલાક સુધીમાં તેને વિઝા મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે પ્રથમ ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફલાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફ થતા ડી જી સી એ દ્વારા રાજકોટ એરપોર્ટ ઓથોરિટી ની શાબાશી આપવામાં આવી હતી.
હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયું છે પરંતુ મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગ ની કામગીરી ચાલતી હોવાથી હજુ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર શરૂ થઈ નથી. આ દરમિયાન પ્રથમ વખત ક્રિકેટરોને લઈને અબુધાબીથી ખાસ પ્લેન રાજકોટ આવી પહોંચ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech