પોરબંદરના ઠોયાણા આજુબાજુના વિસ્તારમાંથી માટીનું ગેરકાયદેસર ખનન અને હેરાફેરી થઇ રહ્યા છે તેવી ફરિયાદ જિલ્લા કલેકટરને મળતા ઉચ્ચકક્ષાએ અપાયેલી સૂચના બાદ પાડવામાં આવેલા દરોડા બાદ એક કરોડ દસ લાખના વાહનો સીઝ થયા છે.
પોરબંદરના ઠોયાણાની આજુબાજુના વિસ્તારમાં અમુક ઇસમો તકનો લાભ લઇને ખેડૂતોને ટ્રક અને ડમ્ફર જેવા વાહનો ભરીને માટીનું વેચાણ કરી રહ્યા હોવાની જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ મળી હતી.કલેકટર એસ. ડી. ધાનાણીની સૂચના અન્વયે માટી ચોરી અંગેની ફરિયાદ અરજી અન્વયે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે આકસ્મિક તપાસ હાથ ધરતા ગેરકાયદેસર માટી ખનીજ ખનન કરતાં એક હ્યુંડાઇ કંપનીનું એક્ષેવેટેર મશીન જેના તેમજ ચાર ડમ્પર ઝડપી પાડેલ.ખનન કરનાર ઇસમ ઓડેદરા પરબત દુદાભાઇ હોવાનું તપાસમાં જણાય આવેલ આ તમામ મશીનરી તપાસ ટીમ દ્વારા સીઝ કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવામાં આવેલ છે તેમજ આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સીઝ કરેલ મુદ્દામાલ ની અદાજીત કિંમત ૧ કરોડ ૧૦ પિયા હોવાનું વહીવટીતંત્રએ જાહેર કર્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech