BREAKING NEWS

ગોંડલના ગોમટામાં ભાદર નદીના કાંઠે સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ

  • May 14, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના ગોમટા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કુદરતી વહેણમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની  ફરિયાદ ઉઠી છે. આ મામલે ગામના ખેડૂતો અને રહીશોએ ગોંડલ તાલુકા મામલતદાર તેમજ રાજકોટ સ્થિત જિલ્લ ા કાર્યપાલક ઈજનેરની કચેરીએ લેખિતમાં અરજી કરી રજૂઆત કરી છે. અરજદાર બાબુભાઈ ચોથાભાઈ ચાવડીયા અને અન્ય ખેડૂતોના જણાવ્યા મુજબ, ભાદર નદીના કાંઠે આવેલા કેટલાક સર્વે નંબરના ખાતેદારો દ્રારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. આક્ષેપ છે કે સર્વે ન.ં ૨૭ પૈકી ૧ ની સરકારી ખરાબાની જમીનમાં માટી અને પથ્થર નાખીને નદીના કુદરતી વહેણને અવરોધવામાં આવ્યું છે. આ દબાણ સર્વે ન.ં ૨૩ પૈકી ૩ ના ખાતેદાર જગદીશભાઈ મનસુખભાઈ મારવણીયા તથા સર્વે ન.ં ૨૭ પૈકી ૪ના ખાતેદાર રમેશભાઈ કાનજીભાઈ ભાલોડીયા વગેરે દ્રારા કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લ ેખ કરાયો છે.નદીના વહેણમાં આશરે ૧૨ ફટ જેટલું દબાણ કરીને પાણીનો નિકાલ બધં કરી દેવામાં આવ્યો છે. જો આગામી ચોમાસા પહેલા આ દબાણ દૂર કરવામાં નહીં આવે, તો નદીના પાણી આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં ઘુસી જશે, જેના કારણે મોટા પાયે જન–માલને નુકસાન થવાની શકયતા છે. તેવું લોકોનું અનુમાન. ફરિયાદી બાબુભાઈએ જણાવ્યું હતું કે, જે જમીન પર દબાણ થયું છે તે સરકારી સિંચાઈની જમીન છે અને પશુઓના ચરાણ માટે ઉપયોગમાં લેવાય છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તત્રં દ્રારા તાત્કાલિક સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો આ પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ નહીં આવે, તો આ મુદ્દો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે અને જર પડે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.તેવું જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application