ઉપલેટાનાં સમઢિયાળામાં ગૌચરની જમીનમાં લાકડાનું ગેરકાયદે કટિંગ: ફોરેસ્ટ વિભાગ અજાણ

  • August 10, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટાના સમઢીયાળા ગામે ગૌચરની જમીનમાં એક સખ્ત દ્રારા ગેરકાયદેસર લાકડાનું કટીંગ કરી રહ્યો છે તેવી બાતમી ઉપલેટા મામલતદારને મળતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા લાકડાના જથ્થા સાથે એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરાય છે
ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે ગૌચરની જમીનમાં પડેલા વિશાળ લાકડાના જથ્થા ની  તપાસ હાથ ધરાતા ગેરકાયદેસર લાકડાઓ કટીંગ કરી કોઈપણ જાતના આધાર પુરાવા વિના મળી આવેલ હોવાથી વાડોદરના શૈલેષ આંબાભાઈ સિંગર રહે વાડોદર તાલુકો ધોરાજી ના ઈસમ પાસેથી લાકડાઓ ગેરકાયદેસર રીતે મળી આવેલ છે તેની પાસેથી તમામ લાકડાનો જથ્થા સાથે એક કટર મશીન એક મહિન્દ્રા બોલેરો અને એક જનરેટર સીઝ કરી ફોરેસ્ટ ઓફિસર બારૈયા ને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જે જગ્યા ઉપર ગેરકાયદેસર લાકડાઓ મળી આવેલ છે તે જગ્યા ગૌચરની જમીન હોય તે માટે તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા દ્રારા ગૌચરની જમીનમાં લાકડા જ થયા અંગેની આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવા હાથ ધરાશે. આ કાર્યવાહી  ફોરેસ્ટ ઓફિસર બારૈયા ને સાથે રાખી કરવામાં આવેલ. અત્રે નોંધનીય છે કે સમઢીયાળા ગામમાં ગૌચરની જમીનમાં ખુલ્લ ેઆમ લાકડાનું કટીંગ થઈ રહ્યું હતું ગામના લોકો ઘણા સમયથી જાણતા હતા ત્યારે આ વાતથી એકમાત્ર ફોરેસ્ટ અધિકારી શું અજાણ હતા ? તેવી ચર્ચા સાથે સવાલો ઉભા થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application