દ્વારકામાં જગતમંદિરના 300 મીટરમાં તંત્રની મીઠો નજર તળે ગેરકાયદે બાંધકામની ભરમાર

  • June 07, 2021 11:09 AM 

તંત્ર કુભકર્ણની ભૂમિકામાં?: આર્કોલીજીકલ વિભાગનો બાંધકામ રજાચિઠ્ઠી આપવાની સત્તા ન હોવાનો કોર્ટમાં એકરાર: ટોક ઓફ ધ ટાઉન બન્યો મુદ્દો

ભારતના ચારધામ પૈકીના એક દ્વારકા જગતમંદિરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે મોટાભાગના બાંધકામો ગેરકાયદેસર મંદિરની 300 મીટરની ત્રિજ્યામાં થઈ ગયા હોય જે દ્વારકાધીશ જગતમંદિર લોકોને દેખાતું ન હોય કેવી રીતના આ બાંધકામોના ખડા કરી દેવામાં આવેલા છે આ બાંધકામોમાં દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ દ્વારકા નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ના કર્મચારી અને સાથે સાથે આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ની મીલી ભગત થી આ મોટી બિલ્ડિંગોના બાંધકામો થઈ ગયા હાલમાં પણ દ્વારકા મંદિર તે લઈ 300 મીટરની ત્રિજ્યામાં ઘણા બાંધકામો ગેરકાયદેસર ચાલી રહ્યા છે જેનો પુરાવો ખુદ નગરપાલિકા ચીફ ઓફિસર છે.

તેમજ આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે હાલમાં ચાલી રહેલા ગેરકાયદેસર કામોમાં દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરતા હોય તેમને બે વખત નોટિસ આપેલ જે નોટિસના જવાબમાં લખેલું હોય કે દ્વારકા નગરપાલિકાની બાંધકામની કોઈ જાતની મંજૂરી લીધેલી ન હોય જેથી આ બાંધકામ બંધ કરી દેવું તેમજ આરકો લોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ફરિયાદ કરતા હોય તેમને એવો જવાબ આપવામાં આવે છે કે બાંધકામ કરતા હોય તેમણે  આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર કચેરીમાં મકાનની રીનોવેશન ની ફાઈલ આપેલી હોય.

આરકોલોજીકલ ડિપાર્ટમેન્ટની બાંધકામ અંગે ભૂંડી ભૂમિકા ભજવનાર અધિકારીઓ મોટામાં મોટા મલાઈ પાણીનો તોડ કરતા હોય છે કેમકેઆરકલોજીકલ ડિપાર્ટમેન્ટના અધિકારી રીનોવેશન ની ફાઇલો  તૈયાર કરાવી ગાંધીનગર કચેરી મોકલી આપે છે જ્યારે દ્વારકામાં બાંધકામ કરતા ઓ પોતાના ગેરકાયદેસર મકાનને પાયાથી બાંધકામ કરી ચાર ચાર પાંચ માળના ખડકલા ખડકી દેતા હોય છે અને આરક લોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા દ્વારકાના કોર્ટમાં એક દાવામાં લેખિતમાં જણાવેલ છે કે અમોને કોઈ બાંધકામ રજાચિઠી આપવાની સત્તા ન હોય તે સત્તા ગુજરાત મ્યુનિસિપલ એક્ટ મુજબ દ્વારકા નગરપાલિકાની સંસ્થાને હોય તો પછી આરક લોજીકલ ડિપાર્ટમેન્ટ બાંધકામ કતર્ઓિને નોટિસ આપી અને ગેરમાર્ગે દોરતા હોવાનું કામ કરતી હોય તેઓ સમગ્ર દ્વારકાવાસીઓ માં ચચર્ઈિ રહ્યું છે.

અગાઉ 2017માં પરિમલભાઈ નથવાણીએ ફરિયાદ કરેલી કે જગત મંદિરની આસપાસ દબાણ કંઈ આજકાલનો પ્રશ્ન નથી મંદિર સમિતિના ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જિલ્લા તંત્રને પણ આ દબાણ અંગે ફરિયાદ કરી હતી ત્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટર એચ.કે પટેલ દ્વારા તપાસ કરવામાં આવેલી કમિટી નિમાયેલી પણ પછી જેમનું તેમજ રહેતા ફરીથી આ મુદ્દા ધનરાજભાઇ નથવાણીએ જાહેર કરતા તંત્ર દોડતું થયું હતું.

140 બાંધકામો થતા હતા ત્યારે તંત્ર ક્યાં હતું નવાઈની વાત તો એ છે કે મંદિરની આજુબાજુ માં 1 થી 300 મીટર માં વગર મંજૂરીએ 140 બાંધકામો થયા છે તો આ બાંધકામો શું એક રાતમાં થઈ ગયા દિવસો કે મહિનાઓ સુધી બાંધકામ ચાલતા હતા ત્યારે નગરપાલિકા ના ચીફ ઓફિસર તેમજ આર્કિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ શું કુંભકર્ણ નિંદ્રામાં સુતા હતા આમાં જવાબદારી કોની હોય છે તે દ્વારકાની જનતા સવાલ પૂછી રહી છે.

દ્વારકા જગત મંદિર વિશિષ્ટ ચારધામ નું એક હોય સરકારી તંત્ર દ્વારા આ વિસ્તારમાં બાંધકામ માટે પ્રથમ પુરાતત્વ ખાતાની મંજૂરી લેવાની હોય તે પછી દ્વારકા નગર પાલિકાની મંજૂરી આપે પણ આ 140 માંથી એક પણ દ્ધારા પુરાતત્વની મંજૂરી નથી લેવાય નતો નગરપાલિકા ની મંજૂરી લેવાની હોય આમાં નગરપાલિકાની વાત જ શું કરવી.

આ સમગ્ર મામલે ત્રણ વર્ષ પહેલા પરિમલભાઈ નથવાણી ફરિયાદ કરવા છતાં કોઈ જાતના નક્કર પગલાં તંત્ર દ્વારા લેવામાં ન આવ્યા હોય ત્યારે અખબારોમાં પણ સમાચારો પ્રસિદ્ધ થયા હોય અહેવાલો પ્રસિદ્ધ થયા હોય ત્યારબાદ પરિમલભાઈ નથવાણી ના પુત્ર ધનરાજ નથવાણી એ પણ ટ્વિટર દ્વારા 15/લલા કરી આ મામલે દુ:ખ વ્યક્ત કર્યું તંત્ર અને સરકાર પગલાં લેવા વિનંતી કરતાં હવે તંત્ર ક્યારે જાગશે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS