ઉડે જો આભમાં પતંગો તમારી , સંભાળજો એ આભમાં છે સવારી અમારી...

  • January 08, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉડે જો આભમાં પતંગો તમારી , સંભાળજો એ આભમાં છે સવારી અમારી...

વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન

ઇજાગ્રસ્ત પક્ષીને નજીકના કોઇપણ સારવાર કેન્દ્ર પર પહોચાડવા અથવા વિસ્તાર મુજબના સારવાર કેન્દ્રોનો સંપર્ક કરવા વન વિભાગનો અનુરોધ

વન વિભાગનો હેલ્પ લાઇન નંબર ૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા 'Karuna' ટાઇપ કરવાથી જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મેળવી શકાશે

જામનગર તા.૦૮ જાન્યુઆરી, આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ.પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે.આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી 'કરુણા અભિયાન-૨૦૨૫' અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વિનંતી છે. આપ સૌને આપના વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને નીચે દર્શાવેલા તમારા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા વિનંતી છે, અથવા નીચે દર્શાવેલ વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

ઉતરાયણ દરમિયાન આટલું કરીએ

ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં હોચાડીયે, ઘરના ધાબા પર  કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.

સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ

પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ.ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા, યોગ્ય સારવાર સ્થળ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ.
વન વિભાગનો હેલ્પ લાઇન નંબર:-૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા 'Karuna' ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી

જામનગર તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, જામનગર સંપર્ક નંબર ૭૯૮૪૩૬૦૩૦૦, ૯૦૯૯૩૨૪૭૪૨, ૮૨૦૦૭૫૬૧૧૮, ૮૭૮૦૨૧૬૯૨૪, અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી & પ્રાથમિક સારવાર કેન્દ્ર, ઠેબા ૯૯૭૫૮૫૩૭૦૨, ૯૪૦૮૧૬૨૧૪૩, પક્ષી અભયારણ્ય ખીજડીયા માટે ૮૮૪૯૩૨૧૮૯૪, ૯૬૬૨૮૩૦૦૧૮, સાંઇધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ ૭૯૮૪૪૦૨૫૦૦, ૭૮૭૮૫૫૫૫૪૮, લાખોટા નેચર કલબ ૭૫૭૪૮૪૦૧૯૯, ૯૬૦૧૧૧૧૧૬૭, કુદરત ગૃપ,પટેલ કોલોની, જામનગર ૯૨૨૮૮૭૭૯૧૧, શિવદયા ટ્રુસ્ટ, લાલપુર ચોકડી પાસે ૯૮૭૯૯૯૯૫૬૭, નિસર્ગ નેચર & એડવેન્ચર કલબ, રણજીતનગર ૮૩૨૦૮૫૦૩૭૧, ૮૨૦૦૭૯૭૬૫૬, ૯૦૩૩૫૫૦૩૪૧, ૯૮૯૮૭૦૦૬૫૭, જીવ સેવા ફાઉન્ડેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, ૭૨૦૩૦૩૦૨૦૮, ૯૬૩૮૭૬૮૪૯૮, ૯૯૦૪૯૪૯૩૨૮, પ્રકૃતિ મિત્ર, પવનચકી પાસે ૯૮૨૪૨૨૪૬૦૧, ૮૪૦૧૨૮૮૨૮૮, ૯૭૨૫૩૨૧૭૨૦, જોડીયા વિસ્તાર માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી ૯૦૧૬૦૨૧૦૦૫, ૭૩૮૩૮૫૯૪૪૪, ધ્રોલ માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી ૯૨૬૫૫૫૭૮૨૯, ૯૭૨૭૯૩૨૩૦૫, રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી ૯૬૦૧૯૦૧૩૪૨, ૯૮૯૮૩૨૭૩૦૬, જામજોધપુર માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી  ૯૭૭૩૨૩૪૫૮૬, ૯૫૫૮૦૨૪૩૭૩, ૭૬૯૮૧૮૧૫૧૧, લાલપુર માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી ૬૩૫૪૬૮૩૨૦૬, ૮૩૪૭૭૦૧૪૭૭, ૯૭૬૯૩૫૧૧૧૧, ૭૯૮૪૪૦૬૬૧૬, કાલાવડ માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી ૯૪૨૯૫૧૯૪૯૨, ૯૦૩૩૦૭૭૯૫૨, સિક્કા માટે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી ૯૭૧૪૧૭૭૯૭૨, ૯૭૭૩૨૨૬૮૨૩, અલીયાબાડા માટે ૯૫૫૮૮૮૮૬૬૦, ૯૯૨૪૧૨૫૫૭૫ પર ઘાયલ પક્ષીઓની મદદ કરવા સંપર્ક કરી શકાશે.
0000000



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application