નવરાત્રીમાં ઘરે બેઠા ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માંગતા હોવ તો ટ્રાય કરો આ હોમમેડ બ્લીચ

  • October 06, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ઈન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે, સ્ત્રીઓ ઘણીવાર બ્લીચનો આશરો લે છે. બ્લીચ માત્ર ચહેરાને ચમકાવતું નથી, પરંતુ તેની ઘણી આડઅસરો પણ કરે છે કારણ કે બજારમાં મળતા બ્લીચમાં ઘણા પ્રકારના રસાયણો મળી આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે તમે પ્રાકૃતિક ઘટકોથી ઘરે જ બ્લીચ બનાવી શકાય છે. આ નવરાત્રીમાં ઘરે બેઠા મેળવો  ઈન્સ્ટન્ટ ગ્લો. ઘરે બનાવેલા બ્લીચની ત્વચા પર કોઈ આડઅસર નહીં થાય અને ગ્લો પણ જળવાઈ રહેશે.

નારંગીની છાલ


નારંગીની છાલમાંથી સરળતાથી બ્લીચ તૈયાર કરી શકાય છે. તેના માટે 2 ચમચી સંતરાની છાલનો પાવડર લેવો પડશે અને તેમાં દૂધ અને મધ મિક્સ કરવું પડશે. અને  બ્લીચ તૈયાર જશે. તેને અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે, જેનાથી ચહેરા પર ચમક આવશે.


પપૈયા


પપૈયાનો ઉપયોગ કરીને બ્લીચ પણ બનાવી શકાય છે . તેને બનાવવા માટે, પપૈયાના ટુકડા કર્યા બાદ  તેને મેશ કરી તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો, લગભગ 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.


લીંબુ અને દાળ


દાળને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે તેને પીસી લો, હવે તેમાં લીંબુનો રસ ઉમેરો. તેની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો, જેનાથી ચહેરા પર કુદરતી ચમક આવશે. તેને અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે .

લીંબુ અને મધ


લીંબુ અને મધનો ઉપયોગ કરીને બ્લીચ પણ તૈયાર કરી શકાય છે . તેના માટે 2 ચમચી મધમાં 3-4 ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો, લગભગ 15-20 મિનિટ પછી તેને સાફ કરો. તેનાથી ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવશે.

ઓટ્સ


ઓટ્સનો ઉપયોગ કરીને પણ બ્લીચ બનાવી શકાય છે. આ માટે 2 ચમચી ઓટ્સ પાવડર લો, તેમાં એક ચમચી દહીં અને લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application