શું તમે ડાયાબિટીસની સાથે વજન પણ નિયંત્રણમાં રાખવા માંગો છો તો ઘઉંને બદલે નારિયેળના લોટની રોટલી ખાઓ

  • January 02, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  


આપણે  હમેશા  રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય રોટલી બનાવવા માટે નારિયેળના લોટનો ઉપયોગ કર્યો છે? જી  હા  જાણીને થોડી નવાઈ લાગશે પરંતુ તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ઘઉંના લોટ કરતાં નારિયેળનો લોટ વધુ ફાયદાકારક છે.


નાળિયેરને સૂકવીને લોટ તૈયાર કરવામાં આવે છે. લોકો તેનો ઉપયોગ ખાસ કરીને બેકીગ માટે કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં પણ કરી શકો છો.


આવો જાણીએ નારિયેળના લોટના ફાયદા.
વજન ઘટાડવામાં મદદરૂપ
નારિયેળના લોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી ભૂખ લાગતી નથી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.


એનર્જી મેળવો
નારિયેળના લોટમાં હેલ્ધી ફેટ જોવા મળે છે, જે તમને દિવસભર એનર્જી આપે છે. આ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ નથી વધતું અને હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે.
બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપઘઉંના લોટની તુલનામાં નારિયેળના લોટમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે, એટલે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેને ખાવાથી બ્લડ સુગર લેવલ નથી વધતું.

મસલ્સ ગ્રોથ  
નારિયેળના લોટમાં પ્રોટીન પૂરતી માત્રામાં જોવા મળે છે, તે સ્નાયુઓને મજબૂત બનાવે છે.


ફ્રી રેડિકલ સામે રક્ષણ
નારિયેળના લોટમાં આયર્ન, કોપર અને મેંગેનીઝ મળી આવે છે જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News