મુલતાની માટીનો કરશો ઉપયોગ તો ઉનાળામાં થતી સમસ્યા રહેશે તમારીથી દૂર

  • March 08, 2021 09:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્ષોથી મુલ્તાની માટીને ત્વચા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે મુલ્તાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટીની ખાસિયત એ પણ છે કે તે સસ્તી પણ છે અને તેની કોઈ આડઅસર પણ નથી.

 

મુલતાની માટીની જેમ કપૂર પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. કપૂરના એન્ટિબેક્ટેરિયલ ગુણ ત્વચાને સ્વસ્થ બનાવે છે. તો આજે તમને કપૂર અને મુલ્તાની માટીથી બનતા ખાસ ફેસપેક વિશે જાણકારી મળશે. આ ફેસપેક શિયાળાની ડ્રાયનેસને દૂર કરી અને તમારી ત્વચાને તરોતાજા કરી દેશે.

 


ફેસપેક બનાવવા માટે 2 ચમચી મુલ્તાની માટીમાં 1 કપુરની ગોટીનો પાવડર ઉમેરો તેમાં 1 ચમચી નાળિયેરનું તેલ ઉમેરી જરૂર અનુસાર ગુલાબજળ સાથે પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર રોજ 15 મિનિટ માટે લગાવો. તે સુકાઈ જાય એટલે તેને હુંફાળા પાણીથી સાફ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS