રાજકોટમાં ઉનાળાની ઋતુમાં હિટવેવ વચ્ચે શહેરના કોઇ રસ્તાઓ કે ફૂટપાથ ઉપર રઝળતા ભૂખ્યા તરસ્યા નાગરિકો જોવા મળે તો રાજકોટ મહાનગરપાલિકાના ૨૪ કલાક કાર્યરત કોલ સેન્ટરના નં.૧૫૫૩૦૪ ઉપર જાણ કરવા નાગરિકોને તંત્રવાહકો તરફથી અનુરોધ કરાયો છે.
ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જુદાજુદા વિસ્તારોમાં આશ્રયસ્થાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત્ત આ આશ્રયસ્થાન (રેનબસેરા) ઘરવિહોણા લોકોને ઋતુજન્ય વાતાવરણમાં કાયમીરક્ષણ આપી રહેલ છે. આ આશ્રયસ્થાનમાં એકલા પુરુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વૃધ્ધો, અશક્તોને આશ્રય આપવામાં આવે છે.
શહેરમાં કયા કયા વિસ્તારમાં આશ્રયસ્થાનોની સુવિધા
આશ્રયની સાથો સાથ પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સુરક્ષા-સલામતી, આરોગ્ય, શિક્ષણ થકી પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે હાલ ઉનાળાની ગરમીને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દિવસ દરમિયાન નિયમિત રીતે શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જ્યાં જાહેર માર્ગો પર લોકો જોવા મળે છે તેવા લોકોને મળી શહેરમાં કયા કયા વિસ્તારમાં આશ્રયસ્થાનોની સુવિધા ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે અને ઇચ્છુક લોકોને આશ્રયસ્થાન સુધી પહોંચાડે પણ છે.
શહેરના નાગરિકોને જાહેર અનુરોધ કરવામાં આવે છે
રાજકોટ મહાનગરપાલિકા પોતાના આ અભિયાનમાં અન્ય નાગરિકોની પણ સહાયતા લેવા આગળ ધપી રહી છે. ત્યારે આપના રહેઠાણ કે વ્યવસાય સ્થળની આસપાસ કે શહેરમાં અન્ય કોઈ પણ જગ્યાએ ઘરવિહોણા લોકો જોવા મળે અને જો આવા લોકો આશ્રયસ્થાન ખાતે આવવા ઇરછા ધરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ફોન નં. ૧૫૫૩૦૪ ઉપર માહિતી આપી લોકઉપયોગી કાર્યમાં મદદરૂપ થવા શહેરના નાગરિકોને જાહેર અનુરોધ કરવામાં આવે છે.
૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા ઘરવિહોણા લોકો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે માનવીય અભિગમ અપનાવી તેઓને મદદરૂપ થવા માટે નિયમિતરીતે તેઓનો સંપર્ક કરવામાં આવતો રહે છે. આ દરમ્યાન તેઓને મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનોનો ઉપયોગ કરવા સમજાવવામાં પણ આવે છે. નાગરિકોને શહેરમાં ઘરવિહોણા લોકો જોવા મળે અને જો તેઓ આશ્રયસ્થાન ખાતે આશ્રય લેવા માટે સહમત હોય તો તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકાને કોલ સેન્ટરના ફોન નં. ૧૫૫૩૦૪ ઉપર જાણકારી મળ્યેથી ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
રહેવા જમવા આવશ્યક સહાયતા આપવા પ્રયાસ કરશે
આ માહિતીના આધારે મહાનગરપાલિકાની ટીમ ઘરવિહોણા લોકો સુધી પહોંચી તેઓને રહેવા જમવા આવશ્યક સહાયતા આપવા પ્રયાસ કરશે. મહાનગરપાલિકાના આ સંવેદનાસભર અભિયાનમાં નાગરિકો પણ માનવીય અભિગમ સાથે મહાનગરપાલિકાનાં તંત્ર અને ઘરવિહોણા લોકોને મદદરૂપ થાય તેવો સૌને વિનંતીસહ અનુરોધ કરવામાં આવે છે.
તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા
આ આશ્રયસ્થાનોમાં ઘરવિહોણાં લોકોને રહેવાની નિ:શુલ્ક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય સંસ્થાઓનાં સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણ ની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech