આવી રીતે ચા બનાવશો તો તમારી ઈમ્યુંનીટીની સાથે સાથે શિયાળામાં સ્વાસ્થ્ય પણ જળવાઈ રહશે

  • November 20, 2020 03:48 PM 615 views

શિયાળામાં શરદીથી બચવા ચા શ્રેષ્ઠ વિકલ્પ છે. લોકોને આદુ વાળી ચા પીવાનો વધુ શોખ હોય છે. આદુ ચા ઠંડીથી બચાવવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો વિવિધ પ્રકારનાં કાળાનું સેવન કરે છે, પરંતુ જો તમે પણચા પીવાના શોખીન છો તો આજે જ આ રેસીપી વિષે જાણી લો  જે તમને શરદીથી બચાવવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે. આ મસાલાવાળી ચા આરોગ્યપ્રદ છે. તો ચાલો જાણી લો મસાલા ચા કેવી રીતે બનાવવી તે .

 

મસાલા ચા માટે જરૂરી સામગ્રી:
મસાલા ચા પાવડર બનાવવા માટે  લીલી એલચી ૪ ટેબલસ્પૂન, કાળા મરી ૨ ટેબલસ્પૂન,  લવિંગ ૨ ટેબલસ્પૂન, ૪ કાળી એલચી,  તજ ૫ ગ્રામ, જાયફળ ૧/૨ પીસ, વરિયાળી ૧ ટીસ્પૂન, વાઇન ૧ ટીસ્પૂન, ૨ ચમચી તુલસીના પાન સૂકી આદુ પાવડર ૩ ચમચી.


મસાલા ટી પાવડર કેવી રીતે બનાવવી:
બધી સામગ્રીને ભૂની ને ઠંડી થવા તો. તે ઠંડા થઇ જાય તો તેને પીસીને સુકી જગ્યા સ્ટોર કરો.  આ મસાલા ચા પાવડર ૪-૬ મહિના સુધી તાજી રહી શકે છે.


રોગપ્રતિકારક શક્તિ વધારતી મસાલા ચા કેવી રીતે તૈયાર કરવી.

ચા બનાવવા માટે, એક પેન લો અને તેમાં ૨.૫ કપ પાણી ઉમેરો. ૨ કપ દૂધ અને સ્વાદ અનુસાર ખાંડ નાખો. તેને ઉકળવા દો અને ૨ ચમચી ચાના પાન અને ૧ ચમચી મસાલા ચા પાવડર ઉમેરો. તેને ૪-૫ મિનિટ માટે ઉકળવા દો. પાંચ મિનિટ પછી, ગેસ બંધ કરો અને ચાને ગાળીને તેનું સેવન કરો. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારનાર મસાલા ચા તૈયાર છે.


તે ઈમ્યુંનીટી કેવી રીતે વધારશે તેમજ ફ્લો સામે કેવી રીતે લડશે.

ભારતીય મસાલા એ પોષક તત્ત્વોનો સૌથી મોટો ખજાનો છે.  જે શરીરને તમામ મોસમી બેક્ટેરિયાથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે. જ્યાં સુધી શિયાળાની  ઋતુની વાત છે ત્યાં સુધી ફ્લૂના લક્ષણો સામે લડવા માટે લવિંગને પરંપરાગત ઘરેલું ઉપાય માનવામાં આવે છે. તે એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી ભરપુર છે, તેમાં એન્ટિવાયરલ ગુણ પણ છે. આ ઉપરાંત તે શરીરને વિવિધ પ્રકારના ચેપ અને એલર્જીથી બચાવવામાં મદદગાર છે.

કાળા મરીના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો 
શરદી અને ખાંસીને મટાડવામાં મદદ કરે છે. તે છાતીમાંથી કફ સાફ કરવામાં પણ મદદ કરે છે. કાળા મરીમાં વિટામિન સી પણ ભરપુર હોય છે, જે સારી એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે. તુલસી જે ઘણા શ્વસન સંબંધી વિકારની સારવાર કરવામાં મદદ કરે છે. તુલસી શરદી અને ખાંસીથી બ્રોન્કાઇટિસ સુધીનો ઇલાઝ કકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application